રાજકોટ: સિટીબસ કાળ બનીને અવતરી, 4 લોકોના મોત, જુઓ મોતના મંજરનો વીડિયો
Rajkot: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બનતી ક્રાઇમ અને હિટ એન્ડ રનની ઘટના શાંત ગુજરાતીઓને હચમચાવી રહી છે અને તેને કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં એક છાકટા કાર ચાલકે ઘણા વાહનોને અડફેટે લઇ લીધા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું, જ્યારે 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં છે, પરંતુ હજી પણ ગુનેગારોના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ એક બાદ એક ઘટના આવી બની રહી છે, જે પોલીસ સામે સવાલ ઉભા કરે છે.
આજે રાજકોટમાં એક સિટી બસચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારી 6-7 વાહનોને અડફેટે લઈ લીધા હતા, જેમાં 4 લોકોના મોતના મોત થઈ ગયા, જ્યારે, 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલી જનતા રસ્તા પર ઉતરી પડી અને બસમાં તોડફોડ કરીને ડ્રાઇવરને ઢોર માર કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે એક સિટી બસ ચાલકે પુરપાટ ઝડપે બસ દોડાવીને ઘણા વાહનો અને 6 લોકોને અડફેટે લઈ લીધા લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
#Rajkot बस के जरिए किए गये इस एक्सीडेन्ट में तिन निर्दोष मारे गये। सडक हादसे लगातार बढ रहे हे, कोई एसी व्यवस्था होनी चाहिए जिसे इस प्रकार के सडक हादसे करने वाले लोगों को कडी सजा मिले और दुसरे लोग चलाते वक्त ख्याल रखे । pic.twitter.com/yS2Xoky3RB — Gopi Maniar ghanghar (@gopimaniar) April 16, 2025
#Rajkot बस के जरिए किए गये इस एक्सीडेन्ट में तिन निर्दोष मारे गये। सडक हादसे लगातार बढ रहे हे, कोई एसी व्यवस्था होनी चाहिए जिसे इस प्रकार के सडक हादसे करने वाले लोगों को कडी सजा मिले और दुसरे लोग चलाते वक्त ख्याल रखे । pic.twitter.com/yS2Xoky3RB
મૃતકોની ઓળખ રાજુભાઈ ગીડા, સંગીતાબેન નેપાળી, કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ અને ચિન્મયભાઈ ઉર્ફે લાલો જીગ્નેશ ભટ્ટના રૂપમાં થઇ છે, જ્યારે ઈજાગ્રસ્તોની ઓળખ સૂરજ ધર્મેશ રાવલ, વિશાલ રાજેશ મકવાણા, વિરાજબા મહાવીરસિંહ ખાચર, શિશુપાલસિંહ રાણા તરીકે થઇ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને 15-15 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 2-2 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
જોકે અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો અને લાઠીચાર્જ કરીને લોકોના ટોળાને વિખેર્યું હતું. અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય દર્શિતા શાહ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, DCP ટ્રાફિક પૂજા યાદવ, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સિગ્નલ પર વાહન ચાલકો ઉભા હતા, ત્યારે બેફામ ગતિએ સિટી બસ આવે છે અને સિગ્નલ પર ઊભા વાહનોને અડફેટે લઇ લે છે. વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ જાય. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બસનો ચાલક દારુના નશામાં હતો.
અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યો છે, તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસનું સંચાલન કરનારી વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp