ભાઇબંધની પત્નીના અંગત ફોટા રાખવાનું મોંઘું પડ્યું, મિત્રએ જ મિત્રના 9 ટુકડા કરી નાખ્યા
ભરુચ GIDCની કાંસની ગટરમાંથી 3 દિવસ સુધી મળેલા એક વ્યક્તિના અંગો મળવાથી હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં પોલીસે મૃતકની ઓળખ કરવા સાથે જ મર્ડરનું રહસ્ય પણ ઉકેલી કાઢ્યું છે. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરુચ GIDCની ગટરમાં વિભિન્ન જગ્યાએથી માનવ શરીરના અંગો તેમજ ડાબો હાથ મળ્યો હતો અને ત્યારબાદ ત્રીજા દિવસે જમણો હાથ મળ્યો હતો. હાથના ટેટૂ અને દાંતની સર્જરીના આધારે મૃતકની ઓળખ પ્રવિણસિંહ ચૌહાણના રૂપમાં થઈ હતી. કોઈક તીક્ષ્ણ હથિયાર વડે માનવ અંગો કાપવામાં આવ્યા હતા એટલે મૃતકના ભાઈએ પોતાના ભાઈની હત્યા થઈ હતી અને તેનો મિત્ર શૈલેન્દ્ર વિજય ચૌહાણ અને તેના મળતિયા પર શંકા હતી, જેથી તેમની વિરુદ્ધ ભરુચ C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સચિન ચૌહાણની છેલ્લી બેઠક મિત્ર શૈલેન્દ્ર સાથે થઈ હતી. આ ઉપરાંત આરોપી પણ ભરુચ છોડીને જતો રહ્યો હતો એટલે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ટેક્નિકલ સર્વિલાન્સના હિસાબે શૈલેન્દ્ર ચૌહાણનું લોકેશન દિલ્હીની આસપાસ મળ્યું હતું.
LCB PSI આરકે ટોરાણીની ટીમને તાત્કાલિક દિલ્હી મોકલવામાં આવી હતી. ત્યારબાદ તપાસ ટીમે એક દિવસ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં શૈલેન્દ્રના વતનની આસપાસ વોચ ગોઠવી હતી. ત્યારે ઉત્તર પ્રદેશના બિજનૌરથી મિત્રની હત્યા કરી તેના શરીરના 9 ટુકડા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ આરોપીને ભરુચ લાવવામાં આવ્યો હતો. અહીં લાવીને તેની પૂછપરછ કરતા તેને જણાવ્યુ હતું કે, પોતાની પત્નીની અંગત તસવીરો મૃતક સચિને મોબાઈલમાં રાખ્યા હતા. તેને કાઢી નાખવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. શૈલેન્દ્રએ સચિનને 24 માર્ચે પોતાના ઘરે જમવા બોલાવ્યો હતો. બંને રાત્રે સૂઈ ગયા બાદ સચિનનો મોબાઈલ મેળવી તેમાં રહેલી પત્નીની તસવીરો ડીલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ દરમિયાન સચિન જાગી ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યારે શૈલેન્દ્રએ ગળાના ભાગે છરી મારીને સચિનની હત્યા કરી દીધી હતી તેમ આરોપીએ જણાવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp