રાજકોટની નમકીનની ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, કંપનીને કરોડોનું નુકસાન, જુઓ વીડિયો
Rajkot: રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના બાદ પણ આગની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદે તેવી રીતે કામગીરી કરી રહી હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. આજે લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ નમકીન બનાવતી KBZ નામની કંપનીમાં આગ લાગતા હાહાકાર મચી ગયો હતો.
આ બનાવની જાણ થતા રાજકોટથી ફાયર બ્રિગેડની 5 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વાંકાનેરથી પણ ફાયર અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ કંપનીમાં 50 જેટલા માણસો કામ કરતા હતા. હાલ તેઓ સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તંત્ર માલિકો પાસેથી વિગતો મેળવી રહ્યું છે. કંપની મોટાભાગની બળીને ખાખ થઈ ગઈ છે.
BKZ ફૂડ લિમિટેડ કંપનીના HR મેનેજર સત્યજિત ઝાલાએ જણાવ્યું હતું કે, અહીં સવારે 9:00 વાગ્યાનો સમય છે. 9:15 આસપાસ મને કોલ આવ્યો હતો કે, કંપનીમાં આગ લાગી છે, એટલે મેં તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી. હું ચોખડા સર્કલથી ફાયરની ગાડીઓ સાથે જ આવ્યો હતો. વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું મટિરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંઘ છે
મામલતદાર કે. એસ. મકવાણાએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના સુકલ પીપળીયા ગામે KBZ કંમનીમાં આગ લાગી છે. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ બોઈલર ઉપર આગ લાગવાથી વધુ ફેલાઈ હોઈ તેવું જાણવા મળ્યું છે. હાલમાં ફાયર વિભાગની મદદથી આગ કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હજી ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp