ગુજરાત: લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના, વરરાજાની બેકાબૂ કારે 15 જાનૈયાઓને કચડ્યા

ગુજરાત: લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના, વરરાજાની બેકાબૂ કારે 15 જાનૈયાઓને કચડ્યા

03/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત: લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના, વરરાજાની બેકાબૂ કારે 15 જાનૈયાઓને કચડ્યા

Dahod: ઝાલોદમાં લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં વરરાજાની બેકાબૂ કારે લગ્નના મંડપમાં જ 15  જાનૈયાઓ કચડી નાખ્યા હતા. ઘટનામાં 15થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમાં તમામ ઇજાગ્રસ્તો સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ઝાલોદમાં વરરાજાની કારે 15 જાનૈયાઓને કચડ્યા

ઝાલોદમાં વરરાજાની કારે 15 જાનૈયાઓને કચડ્યા

મળતી માહિતી મુજબ, ઝાલોદના, સાંજે મહુડી ગામથી રાયપુરા ગામે જાન પરણવા પહોંચી હતી. આ સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી. વરરાજાની SUV કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વરરાજાની કારે જાનૈયાઓને કચડી નાખ્યા હતા. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ ડ્રાઇવર કાર મૂકીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ દોડી આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે કારના નંબરના આધારે ડ્રાઇવર અને કાર માલિકનો શોધખોળ ચાલું કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે બીજી તરફ ટેક્નિકલ ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ અગાઉ ખેડામાં પણ આવી ઘટના ઘટી હતી

આ અગાઉ ખેડામાં પણ આવી ઘટના ઘટી હતી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મોગરોલી ગામમાં રહેતા સરસ્વતીબેન પરમાર સંબંધી વિજયભાઈ પરમારના દીકરાની ચૌલક્રિયામાં ગયા હતા. ચૌલક્રિયામાં વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વરઘોડો ગામમાંથી નીકળીને ગામના તળાવ પાસે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચ્યો હતો. આ દરમિયાન એક કારચાલક તેની કાર કાઢવા જતા, જતાં 7 જેટલી મહિલાઓને અડફેટે લઈ લીધી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top