પહેલગામ આતંકવાદી હુમલા પર જસપ્રીત બૂમરાહની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ, જાણો ક્રિકેટરે શું લખ્યું
આતંકવાદી હુમલા પર ભારતીય ક્રિકેટર જસપ્રીત બૂમરાહની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. બૂમરાહ હાલમાં IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. આ હુમલા બાદ ક્રિકેટ જગત પણ આઘાતમાં છે. તેણે પોતાના X એકાઉન્ટ (ટ્વીટર) પર પોસ્ટ કરતા, તેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. તેણે લખ્યું કે, "પહલગામમાં થયેલા હુમલાના સમાચાર પરેશાન કરનારા છે. હું બધા પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું.
આ હુમલા પર ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ પોતાના x એકાઉન્ટ (ટ્વીટર) પર લખ્યું કે, "આજે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી મન દુઃખી છે. હું પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરું છું. આતંકવાદ સામેની લડાઈમાં ભારત તેની બહાદુર સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળો સાથે એકજૂથ છે. ન્યાયની જીત થશે."
IPLમાં ટીમો (SRH, RCB, KKR અને RR)નો ભાગ રહી ચૂકેલા શ્રીવત્સ ગોસ્વામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને IPLમાં રમતા ખેલાડીઓ પાસે માગ કરી કે, તેઓ પોતાના ખભે કાળી પટ્ટી બાંધીને રમે. તેમણે પોતાના x એકાઉન્ટ પર લખ્યું કે, IPLમાં રમતા તમામ ભારતીય ખેલાડીઓ ઓછામાં ઓછા આ અઠવાડિયે કાળી પટ્ટી બાંધે છે. કાશ્મીરમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં રમત રમો. દુનિયાને પણ ખબર પડે. ક્રિકેટ સીમાઓ પાર લાખો લોકો સુધી પહોંચે છે. આ નાનો ઇશારો જાગૃતિ ફેલાવી શકે છે અને એકતા બતાવી શકે છે. ઓછામાં ઓછું આપણે આ કરી શકીએ છીએ. આભાર.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp