માનહાનિના કેસમાં દોષિત મેધા પાટકર સામે કોર્ટે જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંટ, જાણો શું છે મામલો
દિલ્હીના વર્તમાન ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાના માનહાનિ કેસમાં દોષિત મેધા પાટકરની મુશ્કેલીઓ વધી રહી છે. સેશન્સ કોર્ટે તાત્કાલિક રાહત અને સજામાં છૂટછાટના કાયદાકીય દુરુપયોગ કરવાના આરોપમાં તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પાટકરને 23 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સંભવતઃ કદાચ હાઈકોર્ટના આદેશના આડમાં તેઓ રજૂ ન થયા. આદેશ પ્રત્યે દાખવવામાં આવેલી બેદરકારીને કારણે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. એડિશનલ સેશન્સ જજ વિશાલ સિંહે મેધા પાટકરને 3 મેના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. પાટકરને અગાઉ 23 વર્ષ જૂના કેસમાં સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તેમની વૃદ્ધાવસ્થા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્રોબેશનના આધારે જેલની સજામાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ વળતર જમા કરાવવા અને પ્રોબેશન બોન્ડ ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
જુલાઈ 2024માં, પાટકરને વર્ષ 2000મા દાખલ કરાયેલા કેસમાં સજા ફટકારવામાં આવી હતી. ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એડિશનલ સેશન્સ જજ (ASJ) વિશાલ સિંહે મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું. કોર્ટે બિન-જામીનપાત્ર વોરંટ પર રિપોર્ટ અને આગામી કાર્યવાહી માટે કેસ 3 મે, 2025ના રોજ તારીખ નક્કી કરી છે. આદેશમાં, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો આગામી વખતે દોષિત 8 એપ્રિલના રોજ આપવામાં આવેલા સજાના આદેશની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો કોર્ટને સજા પર પુનર્વિચાર કરવા અને સજાના આદેશમાં ફેરફાર કરવાની ફરજ પડશે. બુધવારે, મેધા પાટકર વતી એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટમાં પેન્ડિંગ અપીલને કારણે સ્ટે માગવામાં આવ્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો.
કોર્ટે કહ્યું કે પાટકરની અરજીમાં કોઈ દમ નથી. હાઇકોર્ટ દ્વારા 22 એપ્રિલ 2025ના રોજ આપવામાં આવેલા આદેશમાં એવો કોઈ નિર્દેશ નથી કે દોષિત મેધા પાટકરને 8 એપ્રિલ 2025ના રોજ આપવામાં આવેલા સજાના આદેશનું પાલન કરવાની જરૂર નથી. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા છે. કોર્ટે તેમને 23 એપ્રિલે હાજર રહેવા કહ્યું હતું. આ અગાઉ જુલાઈ 2024માં, મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા અને 3 મહિનાની જેલની સજા ફટકારી હતી. કોર્ટે તેમને વી.કે. સક્સેનાને વળતર તરીકે 10 લાખ રૂપિયા ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. જોકે, તેમણે આ આદેશને પડકારવા માટે કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ જ આદેશને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટમાં હાજર રહેવા અને 8 એપ્રિલ, 2025ના સજાના આદેશનું પાલન કરવાને બદલે, દોષિત ગેરહાજર છે, તેની સાથે જ જાણીજોઇને સજાના આદેશ હેઠળનું પાલન કરવા અને અને વળતરની રકમ જમા કરાવવામાં જાણી જોઈને નિષ્ફળ રહ્યા છે.
દોષિત મેધા પાટકરનો ઈરાદો સ્પષ્ટ છે કે તેઓ જાણી જોઈને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તે કોર્ટમાં હાજર થવાનું ટાળી રહ્યા છે અને તેની સામે પસાર થયેલી સજાની શરતો સ્વીકારવાનું પણ ટાળી રહ્યા છે. દોષિત મેધા પાટકરને બળજબરીથી રજૂ કરવા સિવાય કોર્ટ પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. કોર્ટે કહ્યું કે આગામી તારીખ સુધીમાં દિલ્હી પોલીસ કમિશનર ઓફિસના મધ્યમથી દોષિત મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવે. બિનજામીનપાત્ર વોરંટ અને આગળની કાર્યવાહી અંગે રિપોર્ટ પ્રસ્તુત કરવાનો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp