કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ઈશાન કિશન આટલી ભયંકર ભૂલ કરી બેસશે. IPL મેચમાં ઈશાને એવો ગુનો કર્યો જે પહેલા ભાગ્યે જ જોવા મળ્યો હશે. જો અમ્પાયર બેટ્સમેનને આઉટ જાહેર કરે અને ખેલાડીને લાગે કે તે આઉટ નથી તો ખેલાડી DRS લે છે. તેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. પરંતુ એવું ક્યારેય જોવા મળતું નથી કે કોઈ બેટ્સમેન અમ્પાયર નિર્ણય આપે તે પહેલાં પેવેલિયન તરફ જાય, અને તે પણ જ્યારે તે નોટઆઉટ હોય. એવું ક્યારેય જોવા મળ્યું નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ મેચમાં ઇશાન કિશને આ ભયંકર ભૂલ કેવી રીતે કરી તે કોઈને સમજાતું નથી.
IPLમાં બુધવારે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચ ઈશાન કિશન માટે યાદ કરવામાં આવશે. જ્યારે હૈદરાબાદની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી ત્યારે ટ્રેવિસ હેડના રૂપમાં તેની પહેલી વિકેટ વહેલી પડી ગઈ. બીજી ઓવરમાં ટીમનો સ્કોર માત્ર 2 જ રન હતા ત્યારે ટ્રેવિસ હેડ શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયો. તે ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં નમન ધીરના હાથે તેનો કેચ આઉટ થયો. ત્યારબાદ ઈશાન કિશન ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો. તે 4 બોલ રમ્યો હતો કે એક મોટો કાંડ થઈ ગયો.
દીપક ચહર ઇનિંગની ત્રીજી ઓવર નાખવા આવ્યો. આ ઓવરનો પહેલો બોલ લેગ સ્ટમ્પ પર હતો. ઈશાન કિશને રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક થયો નહીં. પરંતુ ઈશાન કિશન પેવેલિયન જવા લાગ્યો. અમ્પાયરે હજુ સુધી આઉટનો ઈશારો પણ કર્યો નહોતો. જ્યારે અમ્પાયરે જોયું કે ઇશાન પોતે જ રહ્યો છે, તો તેણે આંગળી ઊંચી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ અપીલ થઈ નહોતી. આ દરમિયાન, દીપક ચહરે પણ જોયું કે ઈશાન પોતે જ જય રહ્યો છે તો પછી અમ્પાયરે પણ આઉટનો ઈશારો કરી દીધો. આ દરમિયાન, ઇશાન એક વાર પાછો ફર્યો, પરંતુ અમ્પાયરને જોયા બાદ, તે પેવેલિયન ગયો. હકીકતમાં, દીપક ચહર અને કીપર રાયન રિકેલ્ટને આ આઉટ માટે અપીલ પણ કરી નહોતી. જ્યારે બંનેએ ઇશાનને જોયો ત્યારે અપીલ કરી.
નોટઆઉટ હોવા છતા ઇશાન કિશન પેવેલિયન જતો રહ્યો
એવામાં સ્થિતિમાં એવું લાગતું હતું કે કદાચ બેટ અને બોલ વચ્ચે સંપર્ક થયો હશે. કારણ કે જો બોલ જો બેટ સાથે લાગે છે તો સૌથી પહેલા બેટ્સમેનને તેની ખબર પડે છે. ત્યારબાદ, જ્યારે રિપ્લેમાં જોવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નથી. બોલ પણ ઈશાનની કમર પર પણ લાગ્યો નહોતો. ત્યારબાદ પણ, ઈશાન કિશન ક્રીઝ કેમ છોડી દીધી, એ વાત કીને ખબર નથી. અમ્પાયરે તેને આઉટ આપ્યા બાદ પણ, ઇશાન કિશન DRS લઈ શકતો હતો, પરંતુ તેણે તે જરૂરી ન માન્યું. આ દરમિયાન, હાર્દિક પંડ્યા અને અન્ય ખેલાડીઓએ પણ ઈશાન સાથે ખૂબ મસ્તી કરી. પણ ઈશાને આવું કેમ કર્યું તે સમજની બહાર છે. તેનો જવાબ કદાચ તેમના સિવાય બીજું કોઈ નહીં આપી શકે.