આરા રેલવે સ્ટેશન પર ત્રિપલ મર્ડર, પહેલા પિતા-પુત્રીની કરી હત્યા અને પછી યુવકે...
મંગળવારે સાંજે આરા રેલ્વે સ્ટેશન પર એક 16 વર્ષીય છોકરી અને તેના પિતાની કથિત રીતે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ પોતાને પણ ગોળી મારી દીધી. પોલીસે જણાવ્યું કે આ ઘટના 'પ્લેટફોર્મ' નંબર-2 અને 'પ્લેટફોર્મ' નંબર-3ને જોડતા ફૂટ ઓવર બ્રિજ પર બની હતી. ભોજપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) રાજે જણાવ્યું કે બંદૂકધારી વ્યક્તિની ઓળખ અમન કુમાર તરીકે થઈ છે.
ઘટના બાદ રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો ઉદવંતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા. SPએ જણાવ્યું કે, આરોપીએ પહેલા છોકરીને અને પછી તેના પિતાને ગોળી મારી દીધી, ત્યારબાદ તેણે પોતાને ગોળી મારી અને ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. જોકે પ્રેમસંબંધ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
SPએ કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ફોરેન્સિક નિષ્ણાતોએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. જાણવા મળ્યું છે કે યુવતી દિલ્હી જતી ટ્રેનમાં ચડવા સ્ટેશન પર આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp