BJPના નેતા દિલિપ ઘોષ 60 વર્ષની ઉંમરે ઘોડી ચઢશે, જાણો દુલ્હન અંગે ખાસ વાત
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કદાવર નેતા અને ભૂતપૂર્વ સાંસદ દિલીપ ઘોષ 60 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, દિલીપ ઘોષ શુક્રવારે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની થનારી દુલ્હનનું નામ રિંકુ મજુમદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલીપ ઘોષ અને રિંકુ મજુમદાર શુક્રવારે સાંજે લગ્ન કરશે. નોંધણીના સમયે બંને પરિવારોના સંબંધીઓ હાજર રહેશે.
દિલીપ ઘોષની ભાવિ દુલ્હનનું નામ રિંકુ મજુમદાર છે. રિંકુનું ઘર ન્યૂટાઉનમાં છે. રિંકુ કોલકાતા ઉત્તર ઉપનગરીય સંગઠન ભાજપ જિલ્લા મહિલા મોરચા સાથે સંકળાયેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિલીપ સાથેની વાતચીત તેમના ભાજપમાં જોડાવા પર આધારિત છે. રિંકુના છૂટાછેડા થઇ ચૂક્યા છે. તેનો એક 25 વર્ષનો પુત્ર છે. તે સાલ્ટલેકમાં IT સેક્ટરમાં કામ કરે છે.
દિલીપ ઘોષના નજીકના લોકોનો દાવો છે કે, તેઓ પોતાની માતાના આગ્રહથી લગ્ન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, તેમની માતાએ દિલીપને કહ્યું હતું કે, જો હું નહીં રહું તો તારી સંભાળ કોણ રાખશે? એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેની માતાના આ શબ્દોએ 60 વર્ષીય દિલીપને લગ્ન કરવા માટે પ્રેરિત કર્યા.
દિલીપ ઘોષનો જન્મ 1 ઓગસ્ટ 1964ના રોજ પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં થયો હતો. તેઓ એક ભારતીય રાજકારણી છે. તેઓ પશ્ચિમ બંગાળ ભાજપના 9મા અધ્યક્ષ રહી ચૂક્યા છે. દિલીપ ઘોષે પોતાની રાજકીય સફરની શરૂઆત વર્ષ 1984માં RSSના પ્રચારકના રૂપમાં કરી હતી. તેઓ 2014 માં ભાજપમાં સામેલ થયા અને 2015માં પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ બન્યા. તેમણે વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણી ખડગપુર સદર બેઠક પરથી ચૂંટણી જીતી હતી. ત્યારબાદ, તેમણે વર્ષ 2019માં મેદનીપુર લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી જીતી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp