ફ્લોરિડા યુનિવર્સિટીમાં ફાયરિંગ, 2 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત, 20 વર્ષીય હુમલાખોરની ધરપકડ
ગુરુવારે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યા બાદ 2 લોકોના મોત થઇ ગયા હતા અને ઓછામાં ઓછા 5 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. યુનિવર્સિટીએ ગુરુવારે બપોરે કેમ્પસમાં સક્રિય શૂટર વિશે ચેતવણી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે પોલીસ વિદ્યાર્થી સંઘ સામે કાર્યવાહી કરી રહી છે. ત્યારબાદ, એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડર અને વિવિધ લો એનફોર્સમેન્ટ એજન્સીઓના પેટ્રોલિંગ વાહનો યુનિવર્સિટી કેમ્પસ તરફ દોડી આવ્યા હતા.
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU)માં થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફિનિક્સ ઇકનર તરીકે થઈ છે. 20 વર્ષીય આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ (LCSO) યુવા સલાહકાર પરિષદનો સભ્ય છે. પોલીસે જણાવ્યું હતું કે ઇકનરે ગોળીબાર માટે તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. પોલીસે તપાસમાં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા કેમ્પસમાં ગુનાના સ્થળેથી ગોળીબારમાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમને ગોળીબાર અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે, આ એક ભયંકર ઘટના છે. આવી ઘટનાઓ બને છે તે દુઃખદ છે. ગોળીબારની ઘટના બાદ કેમ્પસમાં ગભરાટનો માહોલ હતો. સેંકડો વિદ્યાર્થીઓ વિદ્યાર્થી યુનિયનથિ દૂર જતા રહ્યા. કેટલાક લોકો ભાવુક દેખાઈ રહ્યા હતા, જ્યારે કેટલાક એક-બીજાને ગળે લગાવી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ એલાર્મ વાગવાની ક્ષણ યાદ કરી. 20 વર્ષીય જુનિયર જોશુઆ સિરમેન્સ યુનિવર્સિટીની મુખ્ય લાઇબ્રેરીમાં હતો ત્યારે, તેણે કહ્યું કે, એલાર્મ વાગવા લાગ્યા, જેમાં તેમને સક્રિય શૂટરની ચેતવણી આપવામાં આવી.
તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓ તેમને અને અન્ય વિદ્યાર્થીઓને માથા પર હાથ રાખીને લાઇબ્રેરીમાંથી બહાર કાઢ્યા. 21 વર્ષીય વિદ્યાર્થી રાયન સેડરગ્રેને જણાવ્યું હતું કે, તે અને તેના જેવા લગભગ 30 અન્ય લોકો વિદ્યાર્થી સંઘના કાર્યાલયના નીચેના માળે બોલિંગ એલીમાં છુપાઈ ગયા હતા કારણ કે તેમણે નજીકના બારમાંથી વિદ્યાર્થીઓને ભાગતા જોયા હતા.
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીને હાલમાં લોકડાઉન કરી દેવામાં આવી છે. મુખ્ય કેમ્પસમાં 42,000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સમગ્ર કેમ્પસમાં કટોકટીની ચેતવણીઓ આપવામીં આવી હતી, જેમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફને સલામત સ્થળોએ ખસી જવા વિનંતી કરી હતી. ચેતવણી સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે, પોલીસ ઘટનાસ્થળે છે અથવા આવવાની તૈયારીમાં છે. બધા દરવાજા અને બારીઓ બંધ કરી લો અને તેમનાથી દૂર રહો. સાવચેતીના ભાગ રૂપે, ગુરુવારે નિર્ધારિત બધા વર્ગો અને કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના અધિકારીઓએ મુખ્ય કેમ્પસમાં ન હોય તેવા લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી. કટોકટી સહાયની જરૂર હોય તેવા વ્યક્તિઓને 911 પર કૉલ કરવા અથવા ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી પોલીસ વિભાગનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી હતી.
ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'અમારી પ્રાર્થનાઓ અમારા FSU પરિવાર સાથે છે અને સુરક્ષા એજન્સીઓ સક્રિય રીતે પ્રતિક્રિયા આપી રહી છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી, રાજ્યના પાટનગર નજીક તલ્લહાસીમાં સ્થિત છે, તે ફ્લોરિડાની 12 જાહેર યુનિવર્સિટીઓમાંની એક છે. અહીં 44,000 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp