ભારતને લઇને આ શું બોલી ગયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ?

ભારતને લઇને આ શું બોલી ગયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ?

03/20/2025 World

SidhiKhabar

SidhiKhabar

ભારતને લઇને આ શું બોલી ગયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ?

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિત ઘણા દેશો દ્વારા લાદવામાં આવી રહેલા ટેરિફને અનુચિત ગણાવતા 2 એપ્રિલથી જવાબી ટેરિફની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા એ દેશોની આયાત પર એટલો જ ટેરિફ લાદશે જે રીતે તેઓ અમેરિકન નિકાસ પર લાદે છે.

ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફમાં છૂટછાટ આપવાનો તેમનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે, 2 એપ્રિલથી પ્રાદેશિક ટેરિફની સાથે અમેરિકાના ટ્રેડિંગ ભાગીદારો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવશે. આ સંદર્ભમાં તેમણે ભારતને લઇને એક મોટું નિવેદન આપ્યું છે.


ટ્રમ્પે ભારતને લઇને આ કહ્યું

ટ્રમ્પે ભારતને લઇને આ કહ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં બ્રેટબાર્ટ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેમણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો પર ચર્ચા કરી હતી. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની તાજેતરની શિખર બેઠક બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના ભારત સાથે સંબંધો ખૂબ સારા છે, પરંતુ તેમણે ભારત પર અમેરિકા પર વધુ પડતો ટેરિફ લાદવાનો પણ આરોપ લગાવ્યો.

ટ્રમ્પે કહ્યું કે, 'મારા ભારત સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ મારી એકમાત્ર સમસ્યા એ છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંથી એક છે. મને લાગે છે કે તેઓ ટૂંક સમયમાં આ ટેરિફમાં ઘણી હદ સુધી ઘટાડો કરશે, પરંતુ 2 એપ્રિલથી અમે પણ તેમના પર એટલો જ ટેરિફ લાદીશું, જેટલું તેઓ અમારા પર લાદે છે.'


IMEEC પર શું કહ્યું

IMEEC પર શું કહ્યું

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEEC) અંગે તેમણે કહ્યું કે આ શાનદાર દેશોનું સમૂહ છે, જે એવા દેશોનો સામનો કરવા માટે એકજૂથ થઇ રહ્યું છે જે વેપારમાં અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ દરમિયાન તેમણે ચીનનું નામ લીધું નહોતું. આ કરાર પર તેમણે વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન સાઇન કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top