આ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનનું 85 વર્ષની વયે નિધન, હૉસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Former Malaysian PM Abdullah Ahmad Badawi Passes Away: મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે નિધન થયું છે. અબ્દુલ્લા લાંબા સમયથી બીમાર હતા. કુઆલાલંપુરની એક હૉસ્પિટલે તેમના નિધનની માહિતી આપી છે. અબ્દુલ્લાને 25 એપ્રિલ, 2024ના રોજ નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અબ્દુલ્લા ન્યૂમોથોરેક્સ નામની બીમારીથી પીડિત હતા.
અબ્દુલ્લાને ‘પાક લાહ’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમને રવિવારે શ્વાસ લેવામાં પરેશાની થતા કુઆલાલંપુરના સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા તેમનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તમામ પ્રયાસો છતા, તેમનું સોમવારે સાંજે 7:10 વાગ્યે નિધન થઈ ગયું. 22 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપ્યા બાદ અનુભવી નેતા મહાથિર મોહમ્મદના રાજીનામા બાદ 2003માં અબ્દુલ્લા વડાપ્રધાન બન્યા હતા.
અબ્દુલ્લા અહમદ બદાવીના પિતા મલેશિયાના સત્તાધારી નેશનલ ફ્રન્ટ ગઠબંધનમાં સૌથી પ્રભાવશાળી પક્ષ યુનાઇટેડ મલય નેશનલ ઓર્ગેનાઇઝેશન (UMNO)ના સ્થાપક સભ્ય રહ્યા છે. બદાવીનો જન્મ મલેશિયાના પેનાંગ પ્રાંતમાં થયો હતો અને તેમણે ઇસ્લામ ધર્મમાં ડિગ્રી મેળવી હતી. 1978માં તેમના પિતાનાનિધન સુધી તેઓ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા રહ્યા. ત્યારબાદ તેમણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી. 1998માં નાયબ વડાપ્રધાન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp