બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના નેતાની હત્યા, બદમાશો ઘરમાં ઘૂસીને ઉઠાવી લઈ ગયા અને પછી..
Bangladesh: ભારતમાં લઘુમતીઓની રક્ષાની ચંચૂપાત કરનારા બાંગ્લાદેશે પોતાના ગિરેબાનમાં ડોક્યૂ કરવાની જરૂરિયાત છે. બાંગ્લાદેશ ભારતમાં લઘુમતીઓ વસ્તીનું રક્ષણ કરવાની વાત તો કરી રહ્યું છે, પરંતુ તેમના જ દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો અને હત્યા પર મોઢામાં માગ ભરાઈ જાય છે. હાલમાં જ બાંગ્લાદેશમાં એક અગ્રણી હિન્દુ નેતાની હત્યા કરી દેવામાં આવી છે.
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક અગ્રણી હિન્દુ સમુદાયના નેતાનું કથિત રીતે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારીને હત્યા કરવામાં આવી હતી. ધ ડેઇલી સ્ટારે પોલીસ અને પરિવારના સભ્યોના સંદર્ભે જણાવ્યું હતું કે, ઢાકાથી લગભગ 330 કિમી ઉત્તર પશ્ચિમમાં દિનાજપુરના બસુદેવપુર ગામના રહેવાસી 58 વર્ષીય ભાબેશ ચંદ્ર રોયનું બાઇક પર સવાર બદમાશોએ તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને મૃત હાલતમાં છોડી ગયા.
ભાવેશની પત્ની શાંતનાએ જણાવ્યું હતું કે, તેના પતિને સાંજે 4:30 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો અને તેણે દાવો કર્યો હતો કે ગુનેગારોએ તેના ઘરે ઉપસ્થિત રહેવાની પુષ્ટિ કરવા માટે ફોન કર્યો હતો. શાંતનાએ આગળ કહ્યું કે, 'લગભગ 30 મિનિટ બાદ, 4 લોકો 2 મોટરસાઇકલ પર આવ્યા અને કથિત રીતે ભાબેશનું તેના ઘરેથી અપહરણ કર્યું. તેને નારાબારી ગામમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. જ્યારે તેને ઘરે પાછો મોકલવામાં આવ્યો ત્યારે તે બેભાન હતો અને પરિવારના સભ્યો તેને દિનાજપુરની એક હૉસ્પિટલમાં લઈ ગયા. જોકે, ત્યાં પહોંચવા પર તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો.
ભાવેશ ચંદ્ર રોય બાંગ્લાદેશ પૂજા ઉડજાપાન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ અને આ વિસ્તારના હિન્દુ સમુદાયના અગ્રણી નેતા હતા. ડેઇલી સ્ટારે બિરાલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર-ઇન-ચાર્જ અબ્દુસ સબૂરના સંદર્ભે જણાવ્યું હતું કે કેસ નોંધવાની તૈયારી ચાલી રહી છે. તે પોલીસ શંકાસ્પદોની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે કામ કરી રહી છે. આ દરમિયાન, ભારતે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા અંગે બાંગ્લાદેશી અધિકારીઓની ટિપ્પણીઓને નકારી કાઢી હતી અને ઢાકાને ઉપદેશ આપવાને બદલે દેશમાં લઘુમતીઓના અધિકારોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'અમે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓ અંગે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને નકારી કાઢીએ છીએ. બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી તેમના દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ભારતની ચિંતાઓ સાથે તુલના કરવાનો કપટી પ્રયાસ છે જ્યાં આવા કૃત્યો કરનારાઓ મુક્તપણે ફરે છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી સાંપ્રદાયિક હિંસા પર ટિપ્પણી કરતા ભારત પાસે લઘુમતી મુસ્લિમ વસ્તીનું રક્ષણ કરવાની માગ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp