'મંદિરને ક્યાંક દૂર લઈ જાવ, પૈસા આપી દઇશું...', અહીંથી 130 વર્ષ જૂનું મંદિર હટાવીને મસ્જિદ બનાવ

'મંદિરને ક્યાંક દૂર લઈ જાવ, પૈસા આપી દઇશું...', અહીંથી 130 વર્ષ જૂનું મંદિર હટાવીને મસ્જિદ બનાવવામાં આવશે

03/25/2025 World

SidhiKhabar

SidhiKhabar

'મંદિરને ક્યાંક દૂર લઈ જાવ, પૈસા આપી દઇશું...', અહીંથી 130 વર્ષ જૂનું મંદિર હટાવીને મસ્જિદ બનાવ

Malaysia KualaLumpur Hindu Temple Demolish: મલેશિયામાં લગભગ 130 વર્ષ જૂના મંદિરનું અસ્તિત્વ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજધાની કુઆલાલંપુરમાં સ્થિત આ ઐતિહાસિક મંદિરને તોડીને બીજી જગ્યાએ ખસેડવાની યોજનાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે જમીન પર આ મંદિર બનેલું છે તે એક કાપડ કંપનીએ ખરીદી છે અને આ કંપની અહીં એક મસ્જિદ બનાવવા માગે છે. જેનું પ્રધાનમંત્રી ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવાના છે.


મુસ્લિમોને ભેટ આપવા માટે જમીન ખરીદી

મુસ્લિમોને ભેટ આપવા માટે જમીન ખરીદી

આ 130 વર્ષ જૂનું મંદિર દેવી શ્રી પત્રા કાલિઅમ્માનું છે અને ઘણી પેઢીઓથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. શરૂઆતમાં આ મંદિર સરકારી જમીન પર બનાવવામાં આવ્યું હતું, પરંતુ 2014માં આ જમીન કાપડ કંપની જાકેલને વેચી દેવામાં આવી હતી. આ કંપનીના સ્થાપક, સ્વર્ગસ્થ મોહમ્મદ જાકેલ અહમદે, આ જમીન મસ્જિદ બનાવવા અને મુસ્લિમ સમુદાયને ભેટ આપવાના ઇરાદાથી ખરીદી હતી.

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જાકેલ કંપની મંદિર સમિતિ સાથે સતત વાતચીત કરી રહી હતી અને મંદિરને બીજી જગ્યાએ ખસેડવાનો ખર્ચ પણ ઉઠાવવાની ઓફર કરી હતી. 2021માં, કંપનીને આ સ્થળે મસ્જિદ બનાવવાની પરવાનગી મળી હતી, પરંતુ મંદિર સ્થળાંતર ન થાય ત્યાં સુધી મસ્જિદ બનાવવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું. જોકે, હવે સમાચાર આવી રહ્યા છે કે 27 માર્ચ એટલે કે ગુરુવારે વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ આ નવી મસ્જિદનો શિલાન્યાસ કરશે.


લોકો આ નિર્ણય સામે ગુસ્સો

લોકો આ નિર્ણય સામે ગુસ્સો

આ મામલો મલેશિયામાં ધાર્મિક સમાનતાને લઇને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા ફરી શરૂ થઈ છે. તો, હિન્દુ મંદિરને દૂર કરીને મસ્જિદ બનાવવાની યોજનાને કારણે લોકોમાં નારાજગી સાથે રોષ છે. 'લોયર્સ ફોર લિબર્ટી' સંગઠનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઝૈદ મલિકે આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે મંદિર, જાકેલ અને નગરપાલિકા વચ્ચે હજુ પણ વાતચીત ચાલી રહી છે, તો પછી આટલી ઉતાવળ કેમ છે? તેમણે વડાપ્રધાન અનવર પર મંદિર હટાવવાની ઉતાવળનો આરોપ લગાવ્યો.


સોશિયલ મીડિયા પર ચાલી રહી છે બહેસ

સોશિયલ મીડિયા પર ચાલી રહી છે બહેસ

આ વિવાદને લઈને સોશિયલ મીડિયા પર બહેસ ચાલી રહી છે. લોકો માગ કરી રહ્યા છે કે મસ્જિદ બીજી કોઈ જગ્યાએ બનાવવામાં આવે, જેથી ધાર્મિક સંઘર્ષ ટાળી શકાય. વડાપ્રધાન અનવરે કહ્યું કે મંદિર ખસેડ્યા બાદ જ મસ્જિદ બનાવવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે મંદિરને કાયદેસર રીતે માન્યતા આપવામાં આવી નથી, પરંતુ ધાર્મિક સૌહાર્દ જાળવી રાખવા માટે નવી જમીન આપવામાં આવશે અને મદદ પણ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top