પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે લીધા મોટા નિર્ણય, સિંધુ જળ સમજૂતી રોકી, ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ અને...
મંગળવારે જમ્મુ-કશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ મોટો હુમલો કરી દીધો હતો. લોકોને ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવી. જેમાં 28 લોકોના મોત થઈ ગયા છે. આ હુમલાની નિંદા દેશ-વિદેશમાં થઈ રહી છે. આ ઘટના બાદ ભારતમાં આ મામલે ગુસ્સો થઈ રહ્યો છે. ત્યારે આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાબળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ હુમલો થયો ત્યારે વડાપ્રધાન સાઉદીના પ્રવાસે હતા, પરંતુ આ પ્રવાસ અધવચ્ચે જ છોડીને તેઓ ભારત આવતા રહ્યા છે અને સતત હાઇલેવલ બેઠકો કરી રહ્યા છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે રક્ષા મંત્રીની આગેવાનીમાં આવતી કાલે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી CCS બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી CCS બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મેસીએ કહ્યું કે, CCS નિર્ણયમાં સિંધુ જળ સમજૂતીને રોકી દેવામાં આવી છે.
પાકિસ્તની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ કરી દેવામાં આવશે.
48 કલાકમાં પાકિસ્તાની રાજદૂતોને ભારત છોડવા કહેવામા આવ્યું છે.
અટારી બોર્ડર ચેકપોસ્ટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે કાલની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહે આપેલા નિર્દેશોનું ઝડપથી પાલન કરવામાં આવે.
બેઠક દરમિયાન, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર આપણા નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને એ પણ સુનિશ્ચિત કરશે કે આતંકવાદના આવા કાયરતાપૂર્ણ કૃત્યો ફરી ન થાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp