‘હુમલો કરનારાઓને એવી સજા મળશે કે...’, પહેલગામ એટેક પર ભાવુક PMની પાકિસ્તાનને વોર્નિંગ
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ બિહારમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર, બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, કેન્દ્રિય મંત્રી રાજીવ રંજન અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી ભાષણ શરૂ કરવા અગાઉ ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રાખ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ’22 એપ્રિલે કાશ્મીમાં આતંકીઓએ જે નિર્દોષ લોકોની હત્યા કરી છે, તે ખૂબ જ દુઃખદ છે. આખો દેશા પીડિત પરિવારો સાથે ઊભો છે. આ હુમલામાં કોઇએ પોતાનો દીકરો ગુમાવ્યો, તો કોઈએ ભાઈ અને કોઈએ પોતાનો જીવનસાથી. હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છુ કે જેમણે આ હુમલો કર્યો છે, તેમને એટલી મોટી સજા મળશે, જેની તેમણે કલ્પના પણ કરી નહીં હોય. હવે આતંકવાદીઓની બચેલી જામીન પણ ખતમ કરી દેવામાં આવશે. આતંકના આકાઓની કમર તોડી નાખામાં આવશે અને દરેક આતંકીને સજા જરૂર મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે, પંચાયતી રાજ દિવસ નિમિત્તે, આખો દેશ બિહારના મિથિલા સાથે જોડાયેલો છે. આજે, અહી દેશના, બિહારના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વીજળી, રેલવે, માળખાગત સુવિધાઓના આ વિવિધ કાર્યો બિહારમાં રોજગારની નવી તકો ઉભી કરશે. આજે રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરની પુણ્યતિથિ પણ છે, હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘બિહાર એ ભૂમિ છે જ્યાંથી પૂજ્ય બાપુએ સત્યાગ્રહના મંત્રનો વિસ્તાર કર્યો હતો. પૂજ્ય બાપુ દૃઢપણે માનતા હતા કે જ્યાં સુધી ભારતના ગામડા મજબૂત નહીં થાય ત્યાં સુધી ભારત ઝડપથી વિકાસ નહીં કરી શકે. દેશમાં પંચાયતી રાજની પરિકલ્પના પાછળની આજ ભાવના છે. અંતિમ દાયકામાં, પંચાયતોને સશક્ત બનાવવા માટે એક બાદ એક પગલાં લેવામાં આવ્યા છે. ટેક્નોલોજી દ્વારા પંચાયતોને પણ મજબૂત કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp