તહવ્વુર રાણો તો ચાલબાજ નિકળ્યો, ભારત પ્રત્યાર્પણથી બચવા નવો દાવ રમ્યો

તહવ્વુર રાણો તો ચાલબાજ નિકળ્યો, ભારત પ્રત્યાર્પણથી બચવા નવો દાવ રમ્યો

03/20/2025 World

SidhiKhabar

SidhiKhabar

તહવ્વુર રાણો તો ચાલબાજ નિકળ્યો, ભારત પ્રત્યાર્પણથી બચવા નવો દાવ રમ્યો

Tahawwur Rana: મુંબઈ હુમલાનો ગુનેગાર તહવ્વુર રાણો ખૂબ જ ચાલાક નિકળ્યો છે. ભારત આવતા બચવા માટે એક બાદ એક ચાલબાજીઓ અજમાવી રહ્યો છે. 26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાએ હવે પોતાના પ્રત્યાર્પણથી બચવા માટે એક નવી યુક્તિ અપનાવી છે. તહવ્વુર રાણાએ ભારત આવવાનું ટાળવા માટે અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ સમક્ષ અરજી દાખલ કરી છે.


તહવ્વુર રાણો અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે પહોંચ્યો

તહવ્વુર રાણો અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે પહોંચ્યો

આ મહિનાની શરૂઆતમાં, અમેરિકાની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેના કગને તેની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ, તહવ્વુર રાણો સીધો અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે પહોંચી ગયો છે. તેની સંપૂર્ણ વિગત અમેરિકાની સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે. આ મુજબ, 4 એપ્રિલ, 2025ના રોજ યોજાનારી કોન્ફરન્સ માટે તહવ્વુર રાણાની અરજી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને સોંપવામાં આવી છે. આરોપી તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવા માટે નવી અરજી દાખલ કરી છે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત આદેશ અનુસાર, તહવ્વુર રાણાની અપીલમાં જણાવાયું છે કે તહવ્વુર રાણાએ જસ્ટિસ કગન સમક્ષ દાખલ કરેલી પોતાની કટોકટીની અરજીનું નવીકરણ કર્યું છે. આમાં, ભારત પ્રત્યાર્પણ રોકવાની માગ કરવામાં આવી હતી. હવે વિનંતી કરવામાં આવી છે કે નવી અરજી મુખ્ય ન્યાયાધીશ રોબર્ટ્સ સમક્ષ રજૂ કરવામાં આવે.


પહેલા મળ્યો છે ઝટકો

પહેલા મળ્યો છે ઝટકો

આ મહિનાની શરૂઆતમાં, જસ્ટિસ એલેના કગને તહવ્વુર રાણાની ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. રાણાએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે ઘણા કારણોસર તે ભારતમાં કેસનો સામનો કરવા માટે લાંબો સમય જીવિત નહીં રહે.

રાણાએ અગાઉની અપીલ દ્વારા જણાવ્યું હતું કે, 'જો રોક ન લગાવી તો, તો કોઈ સમીક્ષા નહીં થાય અને અમેરિકાની કોર્ટો અધિકારક્ષેત્ર ગુમાવશે અને અરજદાર ટૂંક સમયમાં મરી જશે.' 26/11 આતંકવાદી હુમલાના આરોપીએ દાવો કર્યો હતો કે જો તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તો, પાકિસ્તાની મૂળનો મુસ્લિમ હોવાને કારણે તેની સામે ત્રાસ ગુજારવાની પ્રબળ સંભાવના છે.


કોણ છે તહવ્વુંર રાણા?

કોણ છે તહવ્વુંર રાણા?

તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. તેનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તે વ્યવસાયે ડૉક્ટર છે. તેણે પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે સેવા આપી છે. તે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો નજીક હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં મોતના તાંડવ રાણાએ પોતે નાણાં પૂરા પાડ્યા હતા.

જોકે, 2009માં ધરપકડ થયા બાદ અમેરિકાની એક કોર્ટે રાણાને મુંબઈ હુમલામાંથી મુક્ત કરી દીધો હતો, પરંતુ ભારતે કૂટનીતિક ચાલથી તેની વિરુદ્વ દોષ સાબિત કર્યા અને અમેરિકાથી તેમના પ્રત્યાર્પણની વાતો ચાલુ રહી. રાણાએ 13 નવેમ્બરના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના એક દિવસ બાદ, 21 જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે તેને ફગાવી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top