ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર 30 દિવસમાં કરશે સામૂહિક દેશનિકાલ, આ 4 દેશોની ઊંઘ ઉડી
Donald Trump: ડોનાલ્ડ ટ્રંપ જ્યારથી રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી એવા-એવા નિર્ણય લઇ રહ્યા છે, જેના કારણે દુનિયામાં હાહાકાર મચી ગયો છે. તે પછી દેશ નિકાલનો મામલો હોય કે, કેટલાક દેશો પર ટેરિફ લગાવવાનો. રશિયા-યુક્રેન યુદ્વને બંધ કરવાનો હોય મામલો કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્વનો. તેઓ કડક વલણ અપનાવી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાં રહેતા ઇમિગ્રન્ટ નાગરિકો સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. શુક્રવારે (21 માર્ચ) અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. DHSએ પોતાની જાહેરાતમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકામાં ક્યૂબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના 5 લાખથી વધુ ઇમિગ્રન્ટ્સની કાયદાકીય સુરક્ષાને ખતમ કરી દેશે. આ પગલા બાદ, આ દેશોના લોકોને 30 દિવસની અંદર સામૂહિક દેશનિકાલનો ભયનો ટોળાવા લાગશે.
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ આદેશનો પ્રભાવ એ લોકો પર પડશે, જે ઓક્ટોબર 2022થી હ્યૂમેનિટેરિયન પેરોલ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ, અમેરિકા આવેલા ઇમિગ્રન્ટ્સને 2 વર્ષ માટે અહીં રહેવા અને કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
DHS સચિવ ક્રિસ્ટી નોએમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એમેરિકાના ફેડરલ રજિસ્ટરમાં નોટિસ પ્રકાશિત થયા બાદ, ઉપરોક્ત દેશોના ઇમિગ્રન્ટ્સની કાયદાકીય સ્થિતિ 24 એપ્રિલ સુધીમાં 30 દિવસની અંદર સમાપ્ત થઈ જશે.
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાથી ક્યૂબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લગભગ 5,32,000 લોકોને અસર થશે, જેઓ અગાઉના જો બાઇડેન વહીવટીતંત્ર દ્વારા લાગૂ કરાયેલા પેરોલ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં પ્રવેશ્યા હતા, જેમને અહીં નાણાકીય પ્રાયોજકો મળ્યા હતા અને અમેરિકામાં અસ્થાયી દરજ્જો આપવામાં આવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં વ્યાપક ફેરફાર બાદ લેવામાં આવ્યો છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંની યાદ અપાવે છે, જેનો હેતુ હ્યૂમેનિટેરિયન પેરોલ પ્રોગ્રામ હેઠળ દુરુપયોગ અટકાવવાનો હતો.
મીડિયા અહેવાલ મુજબ, આ કાયદાકીય હથિયારનો ઉપયોગ ઐતિહાસિક રૂપે યુદ્ધ અથવા રાજકીય અસ્થિરતાનો અનુભવ કરતા દેશોના નાગરિકોને અસ્થાયી રૂપે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકામાં પ્રવેશ કરવા અને રહેવાની મંજૂરી આપવા માટે કરવામાં આવતો રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp