'31 માર્ચ સુધીમાં છોડી દો દેશ, નહિતર..', ટ્રંપના અંદાજમાં પાકિસ્તાને કોને આપી દીધું અલ્ટીમેટમ?

'31 માર્ચ સુધીમાં છોડી દો દેશ, નહિતર..', ટ્રંપના અંદાજમાં પાકિસ્તાને કોને આપી દીધું અલ્ટીમેટમ?

03/08/2025 World

SidhiKhabar

SidhiKhabar

'31 માર્ચ સુધીમાં છોડી દો દેશ, નહિતર..', ટ્રંપના અંદાજમાં પાકિસ્તાને કોને આપી દીધું અલ્ટીમેટમ?

ટ્રંપ જ્યારથી રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેઓ અમેરિકામાં વસતા ગેરકાયદેસર પ્રવાસીઓ પર લાલ આંખ કરી રહ્યા છે અને તેમને સંબંધિત દેશોમાં ડીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાને પણ અમેરિકાની જેમ ગેરકાયદેસર શરણાર્થીઓ પર અને અફઘાન નાગરિક કાર્ડ ધરાકોને 31 માર્ચ સુધીમાં દેશ છોડી દેવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે શુક્રવારે તમામ ગેરકાયદેસર વિદેશીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ અગાઉ દેશ છોડી દેવા કહ્યું છે. આટલું જ નહીં, મંત્રાલયે ચેતવણી આપી હતી કે, જો આવા લોકો 31 માર્ચ સુધીમાં દેશ નહીં છોડે, તો 1 એપ્રિલથી તેમનો દેશનિકાલ કરવામાં આવશે.


પાકિસ્તાન સરહદોમ પરના આતંકવાદી હુમલાઓ માટે અફઘાન નાગરિકોને દોષી ઠેરવી રહ્યું છે

પાકિસ્તાન સરહદોમ પરના આતંકવાદી હુમલાઓ માટે અફઘાન નાગરિકોને દોષી ઠેરવી રહ્યું છે

પાકિસ્તાન તેની સરહદોમાં થઈ રહેલા આતંકવાદી હુમલાઓ અને ગુનાઓ માટે સતત અફઘાન નાગરિકોને દોષી ઠેરવી રહ્યું છે. જોકે, અફઘાનિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, પાકિસ્તાન એક ઉદાર યજમાન રહ્યું છે અને એક જવાબદાર દેશ તરીકે તેની પ્રતિબદ્ધતાઓ અને જવાબદારીઓ પૂર્ણ કરવાનું ચાલુ રાખે છે. એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે પાકિસ્તાનમાં રહેતા વ્યક્તિઓએ બધી કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડશે.


પાકિસ્તાન 2023 થી અફઘાન લોકો વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે

પાકિસ્તાન 2023 થી અફઘાન લોકો વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે

પાકિસ્તાને 2023માં વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં મોટાભાગના અફઘાની હતા. જોકે, પાછળથી પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું કે પહેલા એ વિદેશીઓને બહાર કાઢવામાં આવશે, જેમની પાસે કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી. સંયુક્ત રાષ્ટ્રના ડેટા અનુસાર, પાકિસ્તાનમાં 8 લાખથી વધુ અફઘાની લોકો પાસે અફઘાન નાગરિકતા કાર્ડ છે. લગભગ 13 લાખ લોકો પાકિસ્તાન સરકાર સાથે ઔપચારિક રીતે નોંધાયેલા છે અને તેમની પાસે અલગ રહેઠાણ પ્રમાણપત્રો છે.

જોકે, પાકિસ્તાન સરકારના નિવેદનમાં એ જણાવવામાં આવ્યું નથી કે રહેઠાણ પ્રમાણપત્ર ધરાવતા નાગરિકો પર તેની કોઇ અસર થશે કે નહીં. UNનું કહેવું છે કે 2023 થી 8 લાખથી વધુ અફઘાન પાકિસ્તાનથી અફઘાનિસ્તાન પરત ફર્યા છે અને એકંદરે પાકિસ્તાને લગભગ 28 મિલિયન અફઘાન શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. આ લોકો છેલ્લા 40 વર્ષથી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top