9 મહિના બાદ પાછા ફર્યા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જુઓ વીડિયો

9 મહિના બાદ પાછા ફર્યા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જુઓ વીડિયો

03/19/2025 World

SidhiKhabar

SidhiKhabar

9 મહિના બાદ પાછા ફર્યા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જુઓ વીડિયો

NASAના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આખરે 9 મહિના બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલમાંથી બુધવારે (19 માર્ચ) સવારે 3.27 વાગ્યે પરત ફર્યા હતા. તેમની સાથે નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ આવ્યા હતા. આ ચારેય લોકો અમેરિકાના ફ્લોરિડા નજીક દરિયામાં ઉતર્યા હતા. NASA અને સ્પેસએક્સની ટીમે તેમને ત્યાંથી બહાર કાઢ્યા. સુનિતા અને બૂચ વિલ્મોર લગભગ 9 મહિના સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં રહ્યા, આ સમયગાળા દરમિયાન તેમણે ત્યાં શું-શું કર્યું?

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 5 જૂન, 2024ના રોજ ISS પર પહોંચ્યા હતા. તેમની યાત્રા માત્ર 8 દિવસની હતી, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓને કારણે તેમને 9 મહિના સુધી ત્યાં રોકાવું પડ્યું. જોકે, આ મિશન દરમિયાન સુનિતા વિલિયમ્સ અલગ-અલગ કામોમાં વ્યસ્ત રહ્યા.


સુનિતા વિલિયમ્સે ISSની સફાઈ કરી

સુનિતા વિલિયમ્સે ISSની સફાઈ કરી

અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે ISSની સંભાળ અને સફાઈમાં પોતાની ભૂમિકા ભજવી હતી. આ સ્ટેશન સતત જાળવણી માગે છે. એવું કહેવાય છે કે આ સ્ટેશનન વિસ્તાર લગભગ ફૂટબોલ મેદાન જેટલો છે. તેમણે જૂના ઉપકરણોમાં પણ બદલ્યા અને પ્રયોગો પણ કર્યા.

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ કહ્યું કે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 286 દિવસ રહીને સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમે 900 કલાકનું રિસર્ચનું પૂરું કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે લગભગ 150 પ્રયોગો કર્યા. સુનિતા વિલિયમ્સ અવકાશમાં આટલો સમય વિતાવનાર વિશ્વના પ્રથમ મહિલા બન્યા છે. NASAએ એ પણ જણાવ્યું કે સુનિતાએ સ્પેસ સ્ટેશનની બહાર 62 કલાક, 9 મિનિટ એટલે કે 9 વખત સ્પેસવોક પણ કર્યું.


કયા સંશોધન પર કામ કર્યું?

કયા સંશોધન પર કામ કર્યું?

સુનિતા વિલિયમ્સે ISS પર ઘણા મહત્ત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. આ સંશોધનોમાં ગુરુત્વાકર્ષણ, ફ્યૂલ સેલ્સ, રિએક્ટર, યોન્યૂટ્રિઅન્ટ્સ પ્રોજેક્ટ, બેક્ટેરિયાનો વૈજ્ઞાનિક ઉપયોગ શામેલ છે. તેમના દ્વારા કરવામાં આવેલ બાયોન્યૂટ્રિએન્ટ સંશોધન અવકાશયાત્રીઓ માટે ઉપયોગી સાબિત થશે કારણ કે તેનાથી અવકાશમાં યાત્રીઓને તાજા પોષક તત્વો પ્રદાન કરવામાં મદદ મળી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top