ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવ્યો 26 ટકા ટેરિફ, જાણો ક્યા દેશ પર કેટલો ટેરિફ લગાવ્યો

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવ્યો 26 ટકા ટેરિફ, જાણો ક્યા દેશ પર કેટલો ટેરિફ લગાવ્યો

04/03/2025 World

SidhiKhabar

SidhiKhabar

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવ્યો 26 ટકા ટેરિફ, જાણો ક્યા દેશ પર કેટલો ટેરિફ લગાવ્યો

Donald Trump Announces 26 Discounted Reciprocal Tariff On India: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (2 એપ્રિલ) વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં 'લિબરેશન ડે'ની જાહેરાત કરતા ભારત, ચીન, જાપાન અને યુરોપિયન યુનિયન જેવા ઘણા દેશો પર ભારે ટેરિફ લાદવાની નીતિ રજૂ કરી હતી. આ નવી નીતિ હેઠળ ભારતમાંથી આયાત થતા ઉત્પાદનો પર 26 ટકા ટેરિફ લાદવામાં આવશે.

વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં 'લિબરેશન ડે'ની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે, મારા સાથી અમેરિકનો, આ મુક્તિ દિવસ છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. 2 એપ્રિલ, 2025ના રોજ આ દિવસ માનવવામાં આવશે, જ્યારે અમેરિકન ઉદ્યોગનો પુનર્જન્મ થયો, અમેરિકાનું નસીબ બદલાયું અને આપણે અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવવાની શરૂઆત કરી.


ભારત પર શા માટે ટેરિફ લાદવામાં આવ્યો?

ભારત પર શા માટે ટેરિફ લાદવામાં આવ્યો?

ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેષ્ઠ મિત્ર છે, પરંતુ ભારત અમેરિકા સાથે યોગ્ય વર્તન કરી રહ્યું નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભારત અમેરિકાના ઉત્પાદનો પર 52 ટકા ડ્યૂટી લાદે છે, એટલે અમેરિકા પણ તેના બદલામાં 26 ટકા ટેરિફ લગાવશે.


કયા-કયા દેશો પ્રભાવિત થયા?

કયા-કયા દેશો પ્રભાવિત થયા?

ટ્રમ્પની નવી 'રેસિપ્રોકલ ટેરિફ' નીતિ હેઠળ, ઘણા દેશો પર ટેરિફ લાદવામાં આવ્યા છે. ચાલો જાણીએ કયા દેશ પર કેટલા ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. ભારત પર 26 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે, જ્યારે ચીન પર 34 ટકા, EU પર 20 ટકા, જાપાન પર 24 ટકા, તાઇવાન પર 22 ટકા અને ઇઝરાયેલ પર 17 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો


નવી ટેરિફ પોલિસીની શું અસર થશે?

નવી ટેરિફ પોલિસીની શું અસર થશે?

ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર પહેલાથી જ અનેક મુદ્દાઓને લઈને તણાવમાં છે. આ ટેરિફ ભારતીય કંપનીઓ માટે અમેરિકામાં બિઝનેસ કરવાનું મોંઘું બનાવી શકે છે. ભારતીય ઉત્પાદનો પર વધુ ડ્યૂટી લાદવાથી અમેરિકન ગ્રાહકોને મોંઘી ચીજવસ્તુઓ ખરીદવી પડી શકે છે. ઘણી અમેરિકન કંપનીઓ, જેઓ ભારતમાંથી કાચો માલ અથવા તૈયાર ઉત્પાદનોની આયાત કરે છે, તેમનો ખર્ચ પણ વધી શકે છે.


આંતરરાષ્ટ્રીય વેપાર યુદ્ધની શક્યતા

આંતરરાષ્ટ્રીય વેપાર યુદ્ધની શક્યતા

ભારત અને અન્ય અસરગ્રસ્ત દેશો જવાબી પગલાં લઈ શકે છે અને અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ વધારી શકે છે. તેનાથી વૈશ્વિક વેપાર યુદ્ધની સ્થિતિ બની શકે છે. જોકે, ટ્રમ્પે દાવો કર્યો છે કે, આ ટેરિફ અમેરિકાના અર્થતંત્રને પુનર્જીવિત કરશે. તેમનું કહેવું છે કે આ ટેરિફ નીતિઓ વાસ્તવમાં ખૂબ સારી છે. અમે હજી વધુ ડ્યૂટી લગાવવાનું આયોજન કર્યું હતું, પરંતુ અમે તેને ઓછું રાખ્યું. જો કે, ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે આ નીતિ અનેરિકન અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તેનાથી વૈશ્વિક વ્યપારિક સંબંધોને નબળા થઇ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top