PPF એકાઉન્ટને લઈને નાણામંત્રીએ આપી રાહત, હવે તમારે આ ચાર્જ ચૂકવવો નહીં પડે

PPF એકાઉન્ટને લઈને નાણામંત્રીએ આપી રાહત, હવે તમારે આ ચાર્જ ચૂકવવો નહીં પડે

04/03/2025 Business

SidhiKhabar

SidhiKhabar

PPF એકાઉન્ટને લઈને નાણામંત્રીએ આપી રાહત, હવે તમારે આ ચાર્જ ચૂકવવો નહીં પડે

Banking Amendment Bill 2025: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતા ધારકો માટે નવીનતમ અપડેટ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે, PPF એકાઉન્ટ્સ માટે નોમિનીને અપડેટ કરવા કે જોડવા માટે કોઈ ફી લેવામાં નહીં આવે. PTIના સમાચાર મુજબ, સરકારે નોટિફિકેશન દ્વારા જરૂરી ફેરફારો કર્યા છે. નાણા મંત્રી એક્સ (અગાઉ ટ્વીટર) પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, તાજેતરમાં એવું બતાવવામાં આવ્યું હતું કે PPF એકાઉન્ટ્સમાં નોમિની વિગતો અપડેટ/સંશોધિત કરવા માટે નાણાકીય સંસ્થાઓ દ્વારા ફી લેવામાં આવી રહી હતી.


અગાઉ 50 રૂપિયા આપવા પડતા હતા

અગાઉ 50 રૂપિયા આપવા પડતા હતા

સમાચાર અનુસાર, નિર્મલા સીતારમણે કહ્યું કે, PPF ખાતાઓ માટે નોમિનીના અપડેટ પર લાગતા કોઈપણ ચાર્જને દૂર કરવા માટે હવે 2 એપ્રિલ, 2025ના ગેઝેટ નોટિફિકેશનના માધ્યમથી સરકારી બચત પ્રમોશન જનરલ રૂલ્સ 2018માં હવે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. ગેઝેટ નોટિફિકેશનમાં સરકાર દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ માટે નામાંકન રદ કરવા અથવા બદલવા માટેની 50 રૂપિયાનો ચાર્જને ખતમ કરી દીધો છે.


4 વ્યક્તિઓ સુધીના નામાંકનની મંજૂરી

4 વ્યક્તિઓ સુધીના નામાંકનની મંજૂરી

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં પસાર થયેલા બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ 2025 જમાકર્તાઓના નાણાં, સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવેલ સામાન અને સિક્યોરિટી લોકર્સની ચૂકવણી માટે 4 વ્યક્તિઓ સુધીના નોમિનેશનની મંજૂરી આપે છે. બિલમાં બીજો ફેરફાર બેંકમાં વ્યક્તિના 'પર્યાપ્ત હિત' શબ્દને ફરીથી વ્યાખ્યાયિત કરવા સાથે સંબંધિત છે. આ મર્યાદાને હાલના 5 લાખ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા કરવાની માગ કરવામાં આવી છે, જે લગભગ 6 દાયકા પહેલા નક્કી કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top