'વિદેશ સચિવ ચીનના રાજદૂત સાથે..', રાહુલ ગાંધીએ લોકસભામાં એવું શું કહ્યું કે મચી ગયો હોબાળો
લોકસભામાં ઝીરો અવર દરમિયાન રાહુલ ગાંધીએ ચીનના રાજદૂત સાથે વિદેશ સચિવની કેક કાપવાની વાતને લઈને કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, "ચીને 4000 કિલોમીટર લઈ લીધું, 20 સૈનિકો શહીદ થયા, પરંતુ વિદેશ સચિવ ચીનના રાજદૂત સાથે કેક કાપી રહ્યા છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ, ચીનને પત્ર લખી રહ્યા છે. આ વાત સરકાર નહીં ચીનના રાજદૂત બતાવી રહ્યા છે. ચીનના રાજદૂત દ્વારા 1 એપ્રિલે કેક કટિંગની એક તસવીર શેર કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદવા પર પણ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમેરિકન ટેરિફથી ભારતની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. ગૃહમાં સરકાર પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે, તમે ટેરિફ પર શું કરી રહ્યા છો? સરકાર વતી અનુરાગ ઠાકુર જવાબ આપવા ઉભા થયા હતા.
અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોની સરકારમાં અક્સાઈ ચીન, ચીનમાં ગયું છે. ત્યારે હિન્દી-ચીની ભાઈ-ભાઈ કહેતા રહ્યા અને તમારી પીઠમાં છરો ભોંકવામાં આવ્યો. ડોકલામની ઘટના સમયે ચીનના અધિકારીઓ સાથે ચાઈનીઝ સૂપ કોણ પી રહ્યું હતું અને સેનાના જવાનો સાથે ઊભા ન થયા?
અનુરાગ ઠાકુરે કહ્યું કે, જે સંસ્થાએ ચીની અધિકારીઓ પાસેથી પૈસા લીધા હતા, શું રાજીવ ગાંધી ફાઉન્ડેશને પૈસા નથી લીધા? તે પૈસા કેમ લેવામાં આવ્યા? ડોકલામ દરમિયાન ચીનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અને રક્ષા મંત્રીની સાથે-સાથે વડાપ્રધાન સીમાના જવાનો સાથે ઉભા હતા. અમે કહી શકીએ કે વડાપ્રધાન મોદીના સમયમાં ચીનના હાથમાં એક ઇંચ પણ જમીન નથી ગઈ. આ લોકોએ જવાબ આપવો પડશે કે રાજીવ ફાઉન્ડેશને પૈસા કેમ લીધા હતા?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp