આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી શકે છે, નોંધાઇ ગેંગરેપ અને હત્યાની FIR, જાણો શું છે મામલો

આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી શકે છે, નોંધાઇ ગેંગરેપ અને હત્યાની FIR, જાણો શું છે મામલો

03/26/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી શકે છે, નોંધાઇ ગેંગરેપ અને હત્યાની FIR, જાણો શું છે મામલો

Disha Salian Death Case: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. દિશાના પિતા સતિશ સાલિયાનના વકીલ નિલેશ ઓઝાએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) લક્ષ્મી ગૌતમને મળ્યા હતા અને આદિત્ય ઠાકરે અને અન્ય લોકો સામે FIR નોંધવાની માગ કરી હતી, જેને સ્વીકારવામાં આવી છે. આ સંદર્ભે, મુંબઈ સ્થિત CPની ઓફિસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દિવંગત દિશા સાલિયાનના પિતા સતિશ સાલિયાને પોતાની કાયદાકીય ટીમ સાથે મંગળવારે મુંબઈ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ સુપરત કરી હતી, જેમાં આદિત્ય ઠાકરે અને અન્ય લોકો વિરુદ્ધ તેમની પુત્રી પર કથિત ગેંગરેપ અને હત્યાના આરોપમાં FIR નોંધવાની માગ કરવામાં આવી હતી.

ત્યારબાદ પત્રકારો સાથે વાત કરતા, વકીલ નિલેશ ઓઝાએ જણાવ્યું હતું કે, બોમ્બે હાઈકોર્ટના દિશા-નિર્દેશ મુજબ, લેખિત ફરિયાદને FIR માનવામાં આવે અને તેના આધારે, તેમણે આદિત્ય ઠાકરે, અભિનેતા સૂરજ પંચોલી અને ડીનો મોરિયા અને આદિત્ય ઠાકરેના બોડીગાર્ડ સામે ગેંગરેપ અને હત્યાની FIR દાખલ કરાવી છે.


‘ઉદ્ધવ ઠાકરે પણ આરોપી’

‘ઉદ્ધવ ઠાકરે પણ આરોપી’

ઓઝાએ વધુમાં કહ્યું કે, આ કેસમાં આદિત્ય ઠાકરે મુખ્ય આરોપી છે. ઉદ્ધવ ઠાકરે, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે પર કેસ દબાવવાનો આરોપ છે. મુખ્યમંત્રી હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેએ આ મામલાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કર્યો.

શું દિશાના મૃત્યુનું કારણ 'ડ્રગ્સ' છે?

એડવોકેટ નિલેશ ઓઝાએ એવો પણ દાવો કર્યો હતો કે, આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયાનો ડ્રગ્સના વેપાર સાથે સીધો સંબંધ છે. NCBની તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો ડ્રગ્સના વ્યવસાયમાં સામેલ છે. આ એક ખૂબ મોટું નેટવર્ક છે. દિશા સલિયનની હત્યા પાછળ ઘણી બાબતો જવાબદાર છે. અમે આ અંગે પોલીસને જાણ કરી છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

28 વર્ષીય દિશા સાલિયાને 8 જૂન, 2020ના રોજ ઉપનગરીય મલાડ વિસ્તારમાં એક ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 6 દિવસ બાદ, 34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં લટકતો મળી આવ્યો હતો.

ગયા અઠવાડિયે, સતિશ સાલિયાને બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમની પુત્રીના મોતની નવેસરથી તપાસની માગ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી નથી પરંતુ તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને સત્યને દબાવવા માટે તેની હત્યા કરવામાં આવી હતી. સતિશ સાલિયાને શિવસેના (UBT)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવાની માગ કરી છે. અરજીમાં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ભૂમિકાની તપાસની પણ માગ કરી છે. આ અરજી પર ટૂંક સમયમાં બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની અપેક્ષા છે. તેનાથી આખા મામલામાં નવો વળાંક આવી શકે છે.


હું કોર્ટમાં મારો પક્ષ રજૂ કરીશ- ઠાકરે

હું કોર્ટમાં મારો પક્ષ રજૂ કરીશ- ઠાકરે

દિશા સાલિયાનના પિતાની અરજી પર પ્રતિક્રિયા આપતા, શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં ઘણા લોકોએ તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. જો મામલો કોર્ટમાં છે તો તેઓ કોર્ટમાં જ પોતાની વાત રજૂ કરશે.

કેસની તપાસ કર્યા બાદ, CBIએ દિશા સાલિયાનના મોતને દુર્ઘટના ગણાવી હતું. CBIએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે અકસ્માત સમયે દિશા નશામાં હતી અને તે પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી અને બિલ્ડિંગ પરથી પડી ગઈ હતી. CBI દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સુશાંત સિંહ અને દિશા સલિયનના મોતનો પરસ્પર કોઈ સંબંધ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top