Video: બાળાસાહેબ ઠાકરેનું લાઈવ ભાષણ જોઈને શિવસૈનિકો રહી ગયા દંગ, ભાજપ ગુસ્સામા

Video: બાળાસાહેબ ઠાકરેનું લાઈવ ભાષણ જોઈને શિવસૈનિકો રહી ગયા દંગ, ભાજપ ગુસ્સામાં, બોલી- ‘જો તેઓ આજે જીવતા હોત..’

04/17/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: બાળાસાહેબ ઠાકરેનું લાઈવ ભાષણ જોઈને શિવસૈનિકો રહી ગયા દંગ, ભાજપ ગુસ્સામા

શિવસેના (UBT)એ બુધવારે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે જેવો અવાજ ઉત્પન્ન કરનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કર્યો. બાળ ઠાકરે જેવા લાગતા આ ભાષણમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળવાળી શિવસેના અને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. બાળાસાહેબ ઠાકરે જેવા શાનદાર અવાજમાં લગભગ 13 મિનિટના મરાઠી ભાષણની શરૂઆત મારા હિન્દુ ભાઈઓ, બહેનો અને માતાઓના ઉદબોધનથી શરૂ થયું હતું. આ ભાષણ ઉત્તર મહારાષ્ટ્રના નાસિકમાં શિવસેનાની રેલીમાં સંભળાવવામાં આવ્યું હતું. પાર્ટીના મતે, જો આજે બાળ ઠાકરે જીવતા હોત,આવી રીતે ભાષણ આપ્યું હોત.


ભાજપે ઉદ્ધવ ઠાકરે પર કર્યા આકરા પ્રહારો

ભાજપે ઉદ્ધવ ઠાકરે પર કર્યા આકરા પ્રહારો

તો, ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ તેને બાલિશ હરકત ગણાવી. બાવનકુલેએ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘જે વિચારધારા વિરુદ્ધ બાળાસાહેબે આખી જિંદગી લડાઈ લડી, આજે તેની સાથે ઊભા રહીને તેમના અવાજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  જો બાળાસાહેબ આજે જીવતા હોત તો તેઓ આવા લોકોને લાત મારતા. તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથની ટીકા કરતા કહ્યું કે, 'તેમને શરમ આવવી જોઈએ.'


'ઉદ્ધવનો અવાજ કોઈ સાંભળતું નથી, એટલે...'

'ઉદ્ધવનો અવાજ કોઈ સાંભળતું નથી, એટલે...'

બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે, કોઈ તમારો અવાજ સાંભળતું નથી, એટલે પોતાનો અવાજ બાળાસાહેબ ઠાકરેના અવાજમાં સંભળાવવાની આ બાલિશ હરકત માત્ર ને માત્ર ઉદ્ધવ જૂથ જ કરી શકે છે. ઓછામાં ઓછું બાલા સાહેબના અવાજનો ઉપયોગ એ બાબતો સામે ન થવો જોઈએ જેના માટે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. તેમના વિચારોને ડૂબાડી દીધા. ઓછામાં ઓછું તેમના નિધન બાદ તો તેમના અવાજનો આ રીતે દુરુપયોગ ન કરો."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top