વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાં પણ થઇ ગયું પાસ, જાણો તરફેણમાં અને વિરુદ્ધમાં કેટલા મત પડ્યા

વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાં પણ થઇ ગયું પાસ, જાણો તરફેણમાં અને વિરુદ્ધમાં કેટલા મત પડ્યા

04/04/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાં પણ થઇ ગયું પાસ, જાણો તરફેણમાં અને વિરુદ્ધમાં કેટલા મત પડ્યા

Waqf Amendment Bill 2025 Passed by  Rajya Sabha: વક્ફ સંશોધન બિલ 2025 ગુરુવારે મોડી રાત્રે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું. શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે આખો દિવસ ચાલેલી ચર્ચા અને બહેસ બાદ મોડી રાત્રે રાજ્યસભામાં મતદાન થયું અને આ બિલ પાસ કરવામાં આવ્યું હતું. આ અગાઉ બુધવારે વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભામાં આ બિલની તરફેણમાં 288 અને વિરોધમાં 232 વોટ પડ્યા હતા હતા. ચાલો જાણીએ કે ગુરુવારે રાજ્યસભામાં આ બિલના પક્ષમાં અને વિરોધમાં કેટલા વોટ પડ્યા.


તરફેણમાં કેટલા અને વિરૂદ્ધમાં કેટલા મત પડ્યા?

તરફેણમાં કેટલા અને વિરૂદ્ધમાં કેટલા મત પડ્યા?

ગુરુવારે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. ત્યારબાદ આખો દિવસ આ બિલ પર ચર્ચા થઈ હતી. ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં વક્ફ બિલ પર મતદાન થયું. આ બિલની તરફેણમાં 128 અને વિરુદ્ધમાં 95 વોટ પડ્યા હતા. આ સાથે બિલ બહુમતીથી પાસ થઈ ગયું હતું.


આગળની પ્રક્રિયા શું હશે?

આગળની પ્રક્રિયા શું હશે?

કોઈ બિલને કાયદામાં ફેરવવા માટે 3 ચરણ હોય છે. પહેલા બિલને લોકસભા અને રાજ્યસભા એટલે કે બંને ગૃહોમા પાસ કરાવવાનું હોય છે. ત્યારબાદ આ બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બિલ કાયદો બની જાય છે અને ત્યારબાદ સરકાર કાયદાને પ્રભાવી કરવા માટે નોટિફિકેશન બહાર પાડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top