મોદી સરકારના 4 નિર્ણયો જેમને સુપ્રીમ કોર્ટમાં લઇ ગયું વિપક્ષ જાણો કોર્ટે શું આદેશ આપ્યો

મોદી સરકારના 4 નિર્ણયો જેમને સુપ્રીમ કોર્ટમાં લઇ ગયું વિપક્ષ જાણો કોર્ટે શું આદેશ આપ્યો

04/05/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકારના 4 નિર્ણયો જેમને સુપ્રીમ કોર્ટમાં લઇ ગયું વિપક્ષ જાણો કોર્ટે શું આદેશ આપ્યો

નવી દિલ્હી વક્ફ (સંશોધન) બિલ, 2025ને સંસદના બંને ગૃહો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પર મોડી રાત સુધી ચર્ચા થઈ હતી. જોકે, વિપક્ષી સાંસદોના વિરોધ છતા બિલ પાસ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. હવે અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે વક્ફ બિલની બંધારણીય માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.


અરજીમાં શું કહેવામાં આવ્યું છે

અરજીમાં શું કહેવામાં આવ્યું છે

કોર્ટમાં એક અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું છે કે, આ બિલો મુસ્લિમ સમુદાયના મૂળભૂત અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આ પહેલીવાર નથી જ્યારે કેન્દ્ર સરકારના કોઈ નિર્ણય સામે વિપક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હોય. આ પહેલા કલમ 370, ત્રિપલ તલાક સહિત અનેક મુદ્દાઓ પર કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. ચાલો તમને જણાવીએ કે કેન્દ્રના કયા વિષયો પર સુપ્રીમ કોર્ટ પહોંચી અને તેના પર શું નિર્ણય આવ્યો.


મોદી સરકારના 4 નિર્ણયો જેમને સુપ્રીમ કોર્ટમાં લઇ ગયું વિપક્ષ

મોદી સરકારના 4 નિર્ણયો જેમને સુપ્રીમ કોર્ટમાં લઇ ગયું વિપક્ષ

કલમ 370:

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો. કોર્ટે નિર્દેશ આપ્યો કે ચૂંટણી પંચે સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં ભરવા જોઈએ. કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે સરકાર શક્ય તેટલી વહેલી તકે જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો જોઇએ.

ઇલેક્ટોરલ બોન્ડ:

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય ફંડ એકત્ર કરવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. કોર્ટે SBIને બોન્ડ સંબંધિત માહિતી સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડને અનામી રાખવા એ માહિતીના અધિકાર અને કલમ 19 (1) (A)નું ઉલ્લંઘન છે.

નાગરિકતા સંશોધન કાયદો (CAA):

આ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નાગરિકતા (સંશોધન) અધિનિયમ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે 4-1ના નિર્ણયમાં નાગરિકતા અધિનિયમની કલમ 6Aની કાયદેસરતાને પણ માન્ય રાખી હતી. આ કેસ હજી કોર્ટમાં પેન્ડિંગ છે.

ત્રિપલ તલાક:

મુસ્લિમ મહિલા (લગ્ન અધિકાર સંરક્ષણ) અધિનિયમ, 2019 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજુ પણ ચાલી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે કાયદાના અમલ પછી અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાયા છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ટિપ્પણી કરી હતી કે, કાયદામાં ફક્ત છૂટાછેડા આપવાને ગુનો જાહેર કરવામાં આવ્યો છે, જે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

હવે વક્ફ સંશોધન બિલને પણ સુપ્રીમ કર્ટમાં પડકારવામાં આવ્યું છે, તો જોવાનું એ રહેશે કે વક્ફ સંશોધન બિલના કેસમાં કોર્ટ શું ચૂકાદો આપે છે. આ કેસનો નિર્ણય કોની તરફેણમાં આવે છે સરકાર કે વિપક્ષના? આ કેસને લઇને કોર્ટ શું  ટિપ્પણી કરે છે અને ક્યારે સુનાવણી પ્રક્રિયા હાથ ધરે છે એ પણ જોવાનું રહેશે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top