નાગપુર હિંસાને લઈને CM દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન, બોલ્યા- 'કોઈ ચાદર નથી...'

નાગપુર હિંસાને લઈને CM દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન, બોલ્યા- 'કોઈ ચાદર નથી...'

03/20/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

નાગપુર હિંસાને લઈને CM દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન, બોલ્યા- 'કોઈ ચાદર નથી...'

CM Devendra Fadnavis: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને તણાવપૂર્ણ સ્થિતિ છે. હિન્દુ સંગઠનોના વિરોધ પ્રદર્શન બાદ અચાનક નાગપુરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જો કે, અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે ઔરંગઝેબની કબરાવાળી તસવીર સાથે એક ચાદર પણ સળગાવવામાં આવી, જેના પર કુરાનની આયાતો લખેલી હતી. એ રમખાણોમાં ઘણા પોલીસકર્મીઓને ઇજા થઇ હતી.

હવે નાગપુર રમખાણોઓને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર રમખાણોના મામલે વિધાનસભામાં નિવેદન આપ્યું છે. ફડણવીસે કહ્યું કે, 17 માર્ચે નાગપુરના મહલ વિસ્તારમાં કોઈ ધાર્મિક ચાદર સળગાવવામાં આવી નહોતી. કોઈપણ ધાર્મિક વસ્તુઓ જેના પર શ્લોક લખેલા હોય તેને સળગાવવામાં આવી નથી. તે માત્ર એક અફવા હતી, જેને કારણે ત્યાં વધુ ભીડ એકઠી થઈ ગઈ. પોલીસ પર હુમલો કરનારાઓને બક્ષવામાં નહીં આવે, તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નાગપુર હિંસામાં પોલીસ પર હુમલો કરનારાઓને તેમની કબરોમાંથી ખોદીને શોધી કાઢવામાં આવશે.


મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચેતવણી

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચેતવણી

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપી હતી કે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે. ફડણવીસે સ્પષ્ટ કહ્યું કે અન્ય બાબતો ક્ષમાપાત્ર છે, પરંતુ પોલીસ પર હુમલા સહન નહીં કરવામાં આવે. મહારાષ્ટ્રમાં કથળતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વિપક્ષ વારંવાર ટીકા કરી ચૂક્યું છે. ત્યારબાદ, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં નિવેદન આપ્યું. આ પ્રસંગે, ફડણવીસે ગૃહ સમક્ષ રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યૂરોના આંકડા રજૂ કર્યા અને નાગપુર હિંસા પછીની વર્તમાન પરિસ્થિતિથી પણ ગૃહને અવગત કરાવ્યું.

વિપક્ષ કહી રહ્યું છે કે નાગપુર પોલીસ કમિશનર અને મારી માહિતીમાં વિસંગતતા છે. પણ તેઓ જ મને માહિતી આપી રહ્યા છે. એટલે અમારી માહિતીમાં કોઈ વિસંગતતા નથી. નાગપુર હિંસા દરમિયાન પોલીસ પર હુમલો કરનારાઓને તેમની કબરોમાંથી ખોદીને શોધી કાઢવામાં આવશે. અન્ય મામલાઓમાં તો માફી મળી જશે, પરંતુ પોલીસ પર હુમલો કરવા બદલ કોઈ માફી નહીં મળે. નાગપુર શાંત છે, તે હંમેશાં શાંત રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નાગપુરમાં ક્યારેય કોઈ રમખાણો થયા નથી. હું આ સમાજ કે તે સમાજ નહીં કહું. કેટલાક લોકોએ જાણી જોઈને આમ કર્યું.


ઇરાદાપૂર્વક એવો સંદેશ ફેલાવવામાં આવ્યો

ઇરાદાપૂર્વક એવો સંદેશ ફેલાવવામાં આવ્યો

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઔરંગઝેબનો ફોટો સળગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કુરાન સળગાવવાની વાત સંપૂર્ણપણે ખોટી છે. જોકે, ઇરાદાપૂર્વક એવો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન આયાત લખેલી સામગ્રી સળગાવી દેવામાં આવી હતી. નાગપુર હિંસામાં પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તેઓ કોઈપણ ગુનેગાર, તેમની જાતિ કે ધર્મ ગમે તે હોય, તેની સામે કડક કાર્યવાહી કર્યા વિના શાંત નહીં બેસે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top