લાલૂ યાદવનું દિલ્હી AIIMSમાં થયું ઓપરેશન, ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ

લાલૂ યાદવનું દિલ્હી AIIMSમાં થયું ઓપરેશન, ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ

04/04/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

લાલૂ યાદવનું દિલ્હી AIIMSમાં થયું ઓપરેશન, ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યને લઈને મોટી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાલૂ યાદવનું દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. RJD ચીફ પીઠમાં ઉંડા ઘાને કારણે છેલ્લા 2 દિવસથી ગંભીર રીતે બીમાર હતા, ત્યારબાદ બુધવારે સાંજે પટનાથી એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને દિલ્હી AIIMSમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.


AIIMSના વરિષ્ઠ ડોક્ટરોએ કર્યું ઓપરેશન

AIIMSના વરિષ્ઠ ડોક્ટરોએ કર્યું ઓપરેશન

પ્રાપ્ત માહિતી અનુસાર, AIIMSના વરિષ્ઠ ડૉક્ટરોએ તેમનું ઓપરેશન કર્યું હતું, જે સફળ રહ્યું. ઓપરેશન બાદ તેમને ICUમાંથી જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે, જેના કારણે તેમની તબિયતમાં સુધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. લાલૂ યાદવ સાથે તેમના પત્ની રાબડી દેવી અને પરિવારના અન્ય સભ્યો પણ હૉસ્પિટલમાં હાજર છે. ડૉક્ટરો સતત તેમના પર નજર રાખી રહ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે લાલૂ યાદવની તબિયતમાં ટૂંક સમયમાં સુધારો થશે.


તેજસ્વી યાદવે જણાવ્યું કે તેમના પિતાને શું થયું છે

તેજસ્વી યાદવે જણાવ્યું કે તેમના પિતાને શું થયું છે

લાલૂ યાદવ દિલ્હી પહોંચે તે અગાઉ પટનામાં મીડિયા સાથે વાત કરતા તેમના પુત્ર અને RJDના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, લાલૂ પ્રસાદની પીઠ અને હાથ પર ઘા થઇ ગયા છે. એ છતા, મારા પિતાએ સામાન્ય વિમાનમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. જોકે, તેમની તબિયત બગડતા લાલૂ યાદવને એર એમ્બ્યુલન્સ માર્ફતે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લાલૂ યાદવ ઘણા વર્ષોથી ડાયાબિટીસથી પીડિત છે અને તેમણે હાર્ટ ઓપરેશન અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું છે.


લાલૂ યાદવ ચારા કૌભાંડ કેસમાં દોષી છે

લાલૂ યાદવ ચારા કૌભાંડ કેસમાં દોષી છે

લાલૂ પ્રસાદ યાદવને ચારા કૌભાંડના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્યના કારણોસર તેઓ ઘણા વર્ષોથી જામીન પર બહાર છે. તાજેતરમાં જ લેન્ડ ફોર જોબ્સ કેસમાં EDએ લાલૂ પરિવારના ઘણા સભ્યોને સમન્સ જાહેર કર્યા હતા અને અલગ-અલગ સમયે લોકોની પૂછપરછ પણ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top