Video: તુર્કી એરપોર્ટ પર છેલ્લા 40 કલાકથી ફસાયા છે 250થી વધુ ભારતીય મુસાફરો, જાણો કારણ

Video: તુર્કી એરપોર્ટ પર છેલ્લા 40 કલાકથી ફસાયા છે 250થી વધુ ભારતીય મુસાફરો, જાણો કારણ

04/04/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: તુર્કી એરપોર્ટ પર છેલ્લા 40 કલાકથી ફસાયા છે 250થી વધુ ભારતીય મુસાફરો, જાણો કારણ

Indian passengers stranded In Turkey: લંડન-મુંબઈ વર્જિન એટલાન્ટિક ફ્લાઈટમાં સવાર 250થી વધુ મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આમાં મોટાભાગના ભારતીયો છે. તેઓ 40 કલાકથી વધુ સમયથી તુર્કીના દિયારબાકિર એરપોર્ટ પર ફસાયા છે. આ મામલે એરલાઇનના પ્રવક્તાએ કહ્યું છે કે, 2 એપ્રિલે લંડનથી મુંબઈ જતી ફ્લાઈટ VS358ને મેડિકલ ઈમરજન્સીના કારણે દિયારબાકિર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. જોકે, લેન્ડિંગ બાદ પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી અને તેની તપાસ કરવામાં આવી રહી છે. વર્જિન એટલાન્ટિકના પ્રવક્તાએ કહ્યું કે, અમારા ગ્રાહકો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ.  એકવાર મંજૂર થઈ ગયા પછી, અમે શુક્રવારે 4 એપ્રિલે મુંબઈ માટે દિયારબાકિર એરપોર્ટથી પ્રસ્થાન કરીશું.

એરલાઈને જણાવ્યું હતું કે, જો મંજૂરી ન મળે, તો અમે આવતીકાલે અમારા ગ્રાહકોને તુર્કીના અન્ય એરપોર્ટ પર વૈકલ્પિક ફ્લાઈટ દ્વારા મુંબઈ લઈ જવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન, મુસાફરોને તુર્કીમાં રાતભર હોટલમાં રહેવાની સગવડ અને ભોજન આપવામાં આવી રહ્યું છે. અમે સમસ્યાને ઠીક કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. નવા અપડેટ્સ ઉપલબ્ધ થતા જ અમે તમામ ગ્રાહકોને જાણ કરીશું.


પરિવારના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તસવીરો

પરિવારના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તસવીરો

ફસાયેલા મુસાફરો અને તેમના પરિવારના સભ્યોએ તેમની સમસ્યાઓ સોશિયલ મીડિયા પર ઉજાગર કરી છે. ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે એરપોર્ટ પર રાહ જોઈ રહેલા 250થી વધુ મુસાફરો માટે એક જ શૌચાલય છે. એક મુસાફરે સમાચાર એજન્સી PTIને જણાવ્યું કે મુસાફરોને ઠંડીથી બચાવવા માટે ધાબળા પણ આપવામાં આવ્યા નહોતા.


ભારતીય દૂતાવાસ અને એરલાઈન્સની પ્રતિક્રિયા

ભારતીય દૂતાવાસ અને એરલાઈન્સની પ્રતિક્રિયા

તુર્કીમાં સ્થિત ભારતીય દૂતાવાસે સક્રિય ભૂમિકા ભજવી છે અને એરલાઇન, દિયારબાકિર એરપોર્ટના ડિરેક્ટર અને તુર્કીના વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે. દૂતાવાસે આ મામલે નિવેદન જાહેર કરતા કહ્યું કે મુસાફરોની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. અમે આ સમસ્યાનો ઉકેલ લાવવા અને મુંબઈ માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવા માટે અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top