આવો ભેદભાવ કેમ? જાદવપુર યુનિવર્સિટીએ ઈદ અને ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવા દીધું, પરંતુ રામનવમી ઉજવવાની મંજૂરી જ ન આપી
Jadavpur University: એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં, કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમના કેમ્પસમાં રામ નવમીની ઉજવણી કરવાની યોજનાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે જ્યારે એ જ જાદવપુર યુનિવર્સિટીમાં ઈદનો તહેવાર ઉજવી શકાય અને મોટી ઈફ્તાર પાર્ટીઓ આપી શકાય તો એક દિવસ રામનવમીનો તહેવાર કેમ ન ઉજવી શકાય? વાસ્તવમાં, હિંદુ વિદ્યાર્થી સંઘ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર તહેવારની ઉજવણી કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે જાદવપુર યુનિવર્સિટીએ કેમ્પસમાં રામનવમીની ઉજવણીની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ તે કેવો ભેદભાવ કે ઈદ ઉજવી શકાય અને મોટી ઇફ્તાર પાર્ટી આપી શકાય તો પછી રામનવમીની ઉજવણી કરવા દેવામાં યુનિવર્સિટીને વાંધો શું છે? પાછું મંજૂરી ન આપવા પાછળનું કારણ પણ અજીબ છે.
વાસ્તવમાં, 3 એપ્રિલના રોજ જાદવપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ઓફિસમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાજર રહેલા સભ્યોએ 28 માર્ચે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં રામ નવમી તહેવાર ઉજવવાની પરવાનગી માગી હતી. અસ્વીકાર માટે બે કારણો આપવામાં આવ્યા હતા. તેમાંથી એક કારણ એ હતું કે ગયા વર્ષે આવી પરવાનગી આપવામાં આવી નહોતી. બીજું, વાઈસ ચાન્સેલર હજુ હાજર ન હોવાથી આવો નવો નિર્ણય નહીં લઈ શકાય.
અગાઉ બુધવારે, વિદ્યાર્થીઓ અને રામ નવમીની ઉજવણીના આયોજકોએ જણાવ્યું હતું કે, તેઓ આ વર્ષે કેમ્પસની અંદર રામ નવમીની ઉજવણી કરવા માટે સંકલ્પબદ્ધ છે. વિદ્યાર્થીઓએ થોડા દિવસો અગાઉ કેમ્પસમાં ઈફ્તાર પાર્ટી ઉજવવાની પરવાનગી આપવાના યુનિવર્સિટીના નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રામનવમી ઉજવણીના આયોજક અને વિદ્યાર્થી સોમસૂર્ય બેનર્જીએ કહ્યું કે, અમે આ વર્ષે કેમ્પસની અંદર રામનવમી ઉજવવા માટે કટિબદ્ધ છીએ. અમે આ વખતે પાછળ નહીં હટીએ... જો લોકો જાદવપુર યુનિવર્સિટીની અંદર ઈફ્તારની ઉજવણી કરી શકે છે, તો અમે રામનવમીની ઉજવણી કેમ ન કરી શકીએ? અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને જે કોઈ અમને રોકવાનો પ્રયાસ કરશે અમે તેને નીપટીશું લઇશું.
સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના સભ્યએ કહ્યું કે, 'ABVP આ ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે પરંતુ અમે તેમને કેમ્પસની અંદર રામ નવમીની ઉજવણી કરવાની મંજૂરી આપીશું નહીં.' તો, આ વખતે રામનવમીની ઉજવણીમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધને લઈને ભાજપનું વલણ આક્રમક છે, કારણ કે ભાજપના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે મમતા સરકાર જાણીજોઈને રામનવમીની ઉજવણીમાં અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp