મહિલાની એવી રીતે કરાઇ હત્યા કે તમારા પણ રુંવાડા ઉભા થઇ જશે
હવે હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. દરરોજ હત્યા અને બળાત્કારની ઘટનાઓ એવી રીતે બને છે કે જાણે તેમને કાયદાનો જરાય ભય ન હોય. એવી જ વધુ એક ઘટના બિહારના નાલંદા જિલ્લામાં બની છે. અહીં બુધવારે સવારે એક અજાણી મહિલાનું શબ મળવાથી હાહાકાર મચી ગયો હતો.
મૃતદેહની હાલત જ કંઇક એવી હતી કે દરેક હેરાન રહી ગયું. મહિલાના ડાબા હાથ પર પટ્ટી બાંધવામાં આવી હતી અને તેના પગમાં ખીલા ઠોકવામાં આવ્યા હતા. આ ક્રૂરતાએ લોકોને અંદરથી હચમચાવી નાખ્યા છે. સૌથી પહેલા કેટલાક સ્થાનિકોએ સવાર-સવારમાં રસ્તાના કિનારે ખાડામાં પડેલો એક શબ પડેલો જોયો અને પછી જોત-જોતામાં લોકોની ભીડ ઊમટી પડી. કેટલાક લોકો તેને તંત્ર-મંત્ર સાથે જોડી રહ્યા છે તો કેટલાકનું માનવું છે કે સારવાર દરમિયાન મહિલાનું મોત થઇ ગયું હશે અને પોલીસ કેસથી બચવા માટે શબ અહીં ફેકી દીધું હશે.
કોઈની હિંમત ન થઇ કે તેઓ શબ પાસે જાય, પરંતુ આ ઘટનાના સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ. ગ્રામજનોએ તાત્કાલિક ચંડી પોલીસ સ્ટેશનમાં આ અંગેની માહિતી આપી. પોલીસે ઘટનાસ્થળ પહોચીને શબને કબજામાં લીધો અને તપાસ શરૂ કરી દીધી. પોલીસ સ્ટેશનના અધ્યક્ષે જણાવ્યું કે, મહિલાની ઉંમર 30-35 વર્ષની હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તેની ઓળખ અત્યાર સુધી થઇ શકાઈ નથી. શબ પાસે કોઈ પુરાવા પણ મળ્યા નથી, જે તેની ઓળખ માટે મદદ મળી શકે.
પોલીસને એવી આશંકા છે કે આ હત્યા ક્યાંક દૂર થઇ છે અને હત્યારાએ શબને ખાડામાં અહીં ફેકી દીધો છે. પગમાં ખીલા અને હાથમાં બાંધેલી પટ્ટીએ આ મામલાને વધુ રહસ્યમય બનાવી દીધો છે. પોલીસે દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર શબની તસવીરો અને જાણકારી શેર કરવામાં આવી રહી છે, જેથી આ મહિલાની ઓળખ થઇ શકે.
ગ્રામજનોએ જણાવ્યું કે, પીડિતાના હાથમાં પટ્ટી બાંધી હતી અને તેણે લાલ રંગની નાઇટી પહેરી હતી. શબની હાલત જોતા ઘણા કારણો સામે આવી રહ્યા છે, જેમાં અંધવિશ્વાસ, પ્રેમ પ્રસંગ કે અન્ય કારણોની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp