મહમૂદ મદની, સલમાન ખુર્શીદ, ઈમરાન મસૂદ પહોંચ્યા જંતર-મંતર... વકફ બિલ સામે મુસ્લિમ પર્સનલ લૉ બોર્

મહમૂદ મદની, સલમાન ખુર્શીદ, ઈમરાન મસૂદ પહોંચ્યા જંતર-મંતર... વકફ બિલ સામે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું મોટું પ્રદર્શન

03/17/2025 National

SidhiKhabar

SidhiKhabar

મહમૂદ મદની, સલમાન ખુર્શીદ, ઈમરાન મસૂદ પહોંચ્યા જંતર-મંતર... વકફ બિલ સામે મુસ્લિમ પર્સનલ લૉ બોર્

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના બેનર હેઠળ, વક્ફ (સુધારા) બિલના વિરોધમાં વિવિધ મુસ્લિમ સંગઠનોના વડાઓ, સાંસદો અને રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓએ જંતર-મંતર પહોંચી રહ્યા છે. આ દરમિયાન જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદની, કોંગ્રેસના નેતાઓ સલમાન ખુર્શીદ, ઈમરાન મસૂદ અને અસદુદ્દીન ઓવૈસી જેવા દિગ્ગજ નેતાઓ જંતર-મંતર પહોંચી ગયા છે.


કઇ વાતનો વિરોધ કરી રહ્યો છે?

કઇ વાતનો વિરોધ કરી રહ્યો છે?

AIMPLBના ઘરણા પર જવાબ આપતા, વક્ફ JPCના પ્રમુખ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે, 'જંતર-મંતર પર આ વિરોધ રાજનીતિથી પ્રેરિત છે. આ પ્રદર્શન સંગઠિત રીતે કરવામાં આવી રહ્યું છે. રાજકીય સંઘર્ષના કારણે આવું કરવામાં આવી રહ્યું છે. વિપક્ષના લોકો તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. કઇ વાતનો વિરોધ થઈ રહ્યો છે? અમે 428 પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. તેમાં એવો કોઈ અવકાશ નથી. તેમણે કોઈપણ રીતે રિપોર્ટ વાંચ્યો નથી. કલેક્ટર સામે સવાલો ઉઠાવવા યોગ્ય નથી. તેમને વરિષ્ઠ અધિકારીઓ સુધીનો અધિકાર છે.


આ બિલ ગરીબ મુસ્લિમો માટે છે

આ બિલ ગરીબ મુસ્લિમો માટે છે

તેમણે દાવો કર્યો કે, આ બિલ ગરીબ 'પસમંદા મુસ્લિમો' માટે છે. જ્યારે મીટિંગ થઈ રહી હતી, ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, બધા રાજ્ય ધારકો ખરેખર તેમાં સામેલ હતા. તેમ છતા વિરોધ કરવો યોગ્ય નથી. આ મુદ્દે માત્ર રાજનીતિ કરવામાં આવી રહી છે.

તેમણે આરોપ લગાવ્યો કે આ કાયદાને લઈને ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે. દેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. દેશનો કાયદો રાજ્ય પર નિર્ભર છે, કલમ 370ના સમયે પણ એવું કહેવામાં આવ્યું હતું કે લોહીની નદીઓ વહી જશે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આવું કંઈ થયું નહીં. ટ્રિપલ તલાકના સમયે પણ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનો થયા હતા. આજે તમામ કામ દેશના ભલા માટે થઈ રહ્યા છે અને વક્ફના સારા માટે થઈ રહ્યું છે.


માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કરીશું

વિરોધ પહેલા, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું હતું કે, 'AIMPLB સાથે-સાથે, અન્ય ઘણા મુસ્લિમ સંગઠનો આ વિરોધમાં ભાગ લઈ રહ્યા છે. જંતર-મંતરથી સંદેશ આપશે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કરીશું. વિરોધમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓનું કહેવું છે કે જમીન અમારા વડવાઓની છે. આ ઘરો, જમીન અને મસ્જિદો પર હુમલો છે. હોળી દરમિયાન અમારી મસ્જિદો ઢાંકી દેવામાં આવી હતી. આ કાળો કાયદો છે, તેનો અમલ થવા દેવામાં નહીં આવશે. જો કોઈ ગોટાળા હોય તો સરકારે તેની તપાસ કરવી જોઈએ. અન્ય ધર્મના લોકોને પણ આ કાયદામાં સામેલ કરવામાં આવશે.

બોર્ડે વધુમાં કહ્યું કે, 'મેજિસ્ટ્રેટને વધુ સત્તા આપી દેવામાં આવશે. આ કાયદો અમારા અધિકારો વિરુદ્ધ છે. જમાત-એ-ઈસ્લામી, જમિયત ઉલેમા-એ-હિંદ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, વિરોધ પક્ષોના પ્રતિનિધિઓ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાશે. JPCના સભ્યોને પણ પ્રદર્શનમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.


વિરોધ પ્રદર્શન 13 માર્ચે થવાનું હતું

વિરોધ પ્રદર્શન 13 માર્ચે થવાનું હતું

ગત દિવસોમાં, AIMPLBએ જાહેરાત કરી હતી કે તે NDA સરકાર સહિત બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષોના અંતરાત્માને જાગૃત કરવા માટે 17 માર્ચે જંતર-મંતર ખાતે વક્ફ (સુધારા) બિલનો વિરોધ કરશે. અગાઉ આ ધરણા 13 માર્ચના રોજ યોજાનાર હતા, પરંતુ હોળીના તહેવારને કારણે ધરણા મોકૂફ રાખવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top