2 સમુદાયો વચ્ચે અથડામણ, ઉપદ્રવીઓએ અનેક વાહનોમાં લગાવી આગ, જુઓ વીડિયો

2 સમુદાયો વચ્ચે અથડામણ, ઉપદ્રવીઓએ અનેક વાહનોમાં લગાવી આગ, જુઓ વીડિયો

03/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

2 સમુદાયો વચ્ચે અથડામણ, ઉપદ્રવીઓએ અનેક વાહનોમાં લગાવી આગ, જુઓ વીડિયો

Giridih, Jharkhand: ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શુક્રવારે હોળીની શોભાયાત્રા દરમિયાન ભારે હોબાળો થયો હતો. અહેવાલો અનુસાર, ગિરિડીહમાં 2 સમુદાયો વચ્ચેની અથડામણમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ કથિત રીતે એક-બીજા પર પથ્થરમારો કર્યો, ઘણી દુકાનો અને વાહનોને આગ લગાવી દીધી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઉપદ્રવીઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.


'ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે'

'ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે'

અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના ઘોડથંબામાં બની હતી, જ્યારે એક સમુદાયે આ વિસ્તારમાંથી પસાર થતી હોળીના સરઘસનો વિરોધ કર્યો હતો, જેના પગલે અથડામણ થઈ હતી અને બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે, તે ઉપદ્રવીની ઓળખ કરી રહી છે અને જે લોકોએ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખોરીમહુઆના SDPO રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે, 'વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને નજીકથી નજર રાખવામાં આવી રહી છે.


રાજ્યમાં સંપૂર્ણ સજ્જ જોવા મળી પોલીસ

રાજ્યમાં સંપૂર્ણ સજ્જ જોવા મળી પોલીસ

હોળીના અવસર પર કોઈ અપ્રિય પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ હતી. રાજધાની રાંચીની વાત કરીએ તો દરેક ચોક પર પોલીસકર્મીઓ સંપૂર્ણ સતર્કતા સાથે ફરજ પર તૈનાત જોવા મળ્યા હતા. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પોલીસે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નક્કર વ્યવસ્થા કરી હતી. છૂટાછવાયા બનાવોને બાદ કરતા, ઝારખંડમાં હોળીના તહેવાર પર કોઈ અપ્રિય ઘટના નોંધાઈ નથી. સમગ્ર રાજ્યમાં લોકોએ આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top