દિલ્હીથી લખનૌ જતા શખ્સનું ફ્લાઇટમાં મોત! સીટ બેલ્ટ ન ખુલ્યો, તો ક્રૂ મેમ્બર...
Air India Flight: શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હીથી આવેલા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વ્યક્તિની ઓળખ આસિફ ઉલ્લાહ અંસારી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2845માં મુસાફર મૃત હાલતમાં મળી આવ્યો હતો. ફ્લાઇટ સવારે 8:10 વાગ્યે દિલ્હીથી લખનૌ પહોંચી હતી.
જ્યારે ક્રૂ મેમ્બરે મુસાફરનો સંપર્ક કર્યો ત્યારે કોઈ પ્રતિક્રિયા ન મળી. ફ્લાઇટમાં હાજર ડૉક્ટરોએ મુસાફરની તપાસ કરી અને તેને મૃત જાહેર કર્યો. મુસાફરે સીટ બેલ્ટ ખોલ્યો નહોતો. મળતી માહિતી મુજબ, પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, મુસાફરે મુસાફરી દરમિયાન મળેલું ભોજન પણ ખોલ્યું નહોતું. એક મુસાફરે કહ્યું કે, 'ફ્લાઇટ દરમિયાન બધું સામાન્ય હતું, પરંતુ જ્યારે ક્રૂ મેમ્બર્સ તેની પાસે પહોંચ્યા ત્યારે તે કોઈ જવાબ આપી રહ્યો નહોતો.' આ મામલે એર ઈન્ડિયાએ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp