'નવજાતની ચોરી થાય તો.. ', બાળ તસ્કરી પર સુપ્રીમ કોર્ટ સખત; રાજ્ય સરકારોને આપ્યા દિશા-નિર્દેશ

'નવજાતની ચોરી થાય તો.. ', બાળ તસ્કરી પર સુપ્રીમ કોર્ટ સખત; રાજ્ય સરકારોને આપ્યા દિશા-નિર્દેશ

04/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

'નવજાતની ચોરી થાય તો.. ', બાળ તસ્કરી પર સુપ્રીમ કોર્ટ સખત; રાજ્ય સરકારોને આપ્યા દિશા-નિર્દેશ

Supreme Court on Child Trafficking: સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસમાં ઉત્તર પ્રદેશ સરકારની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી છે. બાળ તસ્કરીના કેસોને જે રીતે ઉકેલવામાં આવ્યા તે અંગે કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને અલ્લાહાબાદ હાઈકોર્ટને ફટકાર લગાવી છે. કોર્ટે રાજ્ય સરકારો માટે બાળ તસ્કરી અટકાવવા અને બાળ તસ્કરીના ગુનાઓ સંબંધિત કેસોને નિપટવા માટે વ્યાપક દિશા-નિર્દેશ નક્કી કર્યા. ન્યાયાધીશ જે.બી. પારદીવાલા અને આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે, તમામ રાજ્ય સરકારોએ અમારી વિગતવાર ભલામણો પર વિચાર કરવો જોઈએ અને ભારતીય સંસ્થા દ્વારા રજૂ કરાયેલા અહેવાલનો અભ્યાસ કરે અને તેને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકે.


કોર્ટે શું કહ્યું?

કોર્ટે શું કહ્યું?

કોર્ટે નિર્દેશ આપ્યો કે, બધા આરોપીઓ આત્મસમર્પણ કરશે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે અને એ ફરજિયાત બનાવ્યું કે, એક અઠવાડિયાની અંદર આરોપો નક્કી કરવામાં આવે. કોર્ટે વધુમાં કહ્યું કે, હાઈકોર્ટે ઓછામાં ઓછી એવી શરતો લાદવી જોઈતી હતી, જેમાં આરોપીઓને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોતાની હાજરી નોંધાવવી પડતી.

હાઈકોર્ટે જામીન અરજીઓનો બેદરકારીપૂર્વક નિકાલ કર્યો અને તેના કારણે ઘણા આરોપીઓ ફરાર થઈ ગયા. અમે પૂરી રીતે નિરાશ છીએ કે ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાને જે રીતે હેન્ડલ કર્યો અને કોઈ અપીલ કેમ ન દાખલ કરી. કોઈ ગંભીરતા ન દાખવવામાં આવી.


બાળક ચોરી થાય તો લાઇસન્સ રદ કરો

બાળક ચોરી થાય તો લાઇસન્સ રદ કરો

સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસોને નિપટવા માટે કડક નિર્દેશ જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે, જો કોઇ નવજાત બાળક ચોરાઈ જાય તો હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરી દેવું જોઈએ. જો કોઈ મહિલા બાળકને જન્મ આપવા માટે હૉસ્પિટલમાં આવે અને બાળક ચોરાઈ જાય, તો પહેલું પગલું લાઇસન્સ સસ્પેન્ડ કરવાનું હોવું જોઈએ. બેન્ચે ચેતવણી આપી હતી કે કોઈપણ પ્રકારની બેદરકારીને ગંભીરતાથી લેવામાં આવશે અને તેને કોર્ટની અવમાનના ગણવામાં આવશે.


'સમાજ માટે ગંભીર જોખમ ઉભું થશે'

'સમાજ માટે ગંભીર જોખમ ઉભું થશે'

સુપ્રીમ કોર્ટે દેશભરની હાઈકોર્ટોને બાળ તસ્કરીના પેન્ડિંગ કેસોની સ્થિતિ જાણવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ, 6 મહિનામાં કેસ પૂર્ણ કરવા અને દૈનિક સુનાવણી હાથ ધરવાના નિર્દેશ આપવામાં આવશે. કોર્ટે આ આદેશ એક કેસની સુનાવણી દરમિયાન આપ્યો હતો જેમાં એક તસ્કરી કરીને લાવવામાં આવેલ બાળકને ઉત્તર પ્રદેશના એક દંપતીને સોંપવામાં આવ્યું હતું, જે પુત્ર ઇચ્છતું હતું.

બેન્ચે કહ્યું કે, આરોપી દંપતીને પુત્ર જોઈતો હતો અને તેણે 4 લાખ રૂપિયામાં બાળક ખરીદ્યું. જ્યારે તેઓ જાણતા હતા કે બાળક ચોરી કરીને લાવવામાં આવ્યું છે. હાઈકોર્ટે પણ જામીન અરજીઓ પર અસંવેદનશીલતાથી કાર્યવાહી કરી. જેના કારણે આરોપી ફરાર થઇ ગયા. આવા આરોપીઓ સમાજ માટે ગંભીર જોખમ ઉત્પન્ન કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top