કોણ છે બ્રિટિશ ભારતીય મૂળના મુમતાઝ પટેલ? જે લંડનની રોયલ કોલેજમાં ચૂંટણી જીતીને બની પ્રેસિડેન્ટ?

કોણ છે બ્રિટિશ ભારતીય મૂળના મુમતાઝ પટેલ? જે લંડનની રોયલ કોલેજમાં ચૂંટણી જીતીને બની પ્રેસિડેન્ટ?

04/18/2025 World

SidhiKhabar

SidhiKhabar

કોણ છે બ્રિટિશ ભારતીય મૂળના મુમતાઝ પટેલ? જે લંડનની રોયલ કોલેજમાં ચૂંટણી જીતીને બની પ્રેસિડેન્ટ?

Dr Mumtaz Patel: લંડનની પ્રતિષ્ઠિત રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ (RCP)માં ચૂંટણી જીતીને બ્રિટિશ ભારતીય મહિલા મુમતાઝ પટેલ પ્રેસિડેન્ટ બની છે. તેઓ રોયલ કોલેજની 123મા અધ્યક્ષ બન્યા છે. લંડનના માન્ચેસ્ટરમાં આવેલી RCP કોલેજની પ્રમુખપદની ચૂંટણીમાં 2 દાયકામાં સૌથી વધુ મતદાન થયું હતું, જેમાં મુમતાઝ પટેલે કુલ 5,151 મતોમાંથી 2,239 મતો મેળવ્યા હતા અને 682 મતોના માર્જિનથી જીત મેળવી હતી.

રોયલ કોલેજ ઓફ ફિઝિશિયનની આ ચૂંટણી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે છેલ્લા 500 વર્ષોમાં (1518માં RCPની સ્થાપના થઈ ત્યારથી) તેનું નેતૃત્વ માત્ર 3 મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે. ગયા વર્ષે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા પટેલ ચોથી મહિલા અને ભારતીય મૂળના પ્રથમ પ્રમુખ હશે. તત્કાલીન પ્રમુખ સારા ક્લાર્કના ગયા બાદ, 03 જુલાઈ 2024ના રોજ પટેલને RCPના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


કોણ છે બ્રિટિશ ભારતીય મૂળના મુમતાઝ પટેલ?

કોણ છે બ્રિટિશ ભારતીય મૂળના મુમતાઝ પટેલ?

મુમતાઝ પટેલનો જન્મ અને ઉછેર યુ.કે.માં થયો હતો. પરંતુ તેઓ પોતાના ભારતીય વારસા સાથે ઊંડે સુધી જોડાયેલા છે. તેમના માતા-પિતા 1960ના દાયકામાં ભારતથી યુ.કે. જઈને વસી ગયા. મુમતાઝ પટેલ માન્ચેસ્ટર સ્થિત કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ છે અને તેમણે RCPના સીનિયર સેન્સર અને એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ માટે ઉપપ્રમુખ તરીકેના હોદ્દા સંભાળ્યા છે. પ્રેસિડેન્ટ બન્યા બાદ, તેમણે પોતાના ભાષણમાં ચિકિત્સામાં વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

શરૂઆતની કારકિર્દી

મુમતાઝ પટેલે 1996માં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે રીનલ મેડિસિનમાં કારકિર્દી બનાવી. તેમણે 2006માં લ્યૂપ્સ નેફ્રાઇટિસના જિનેટિક્સમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી. કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ તરીકે કામ કર્યા બાદ, તેઓ ઓગસ્ટ 2020માં RCPના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. તેઓ 2020થી 2023 સુધી RCPના વાઇસ પ્રેસિડેન્ટ હતા.


મેડિકલ ટ્રેનિંગને સુધારવાનું કામ કર્યું

મેડિકલ ટ્રેનિંગને સુધારવાનું કામ કર્યું

શિક્ષણ અને તાલીમના કુલપતિ તરીકે તેમણે એક નવી શિક્ષણ વ્યૂહરચના વિકસાવી અને કારકિર્દીની શરૂઆતના ડૉક્ટરોની હિમાયત કરી. તબીબી તાલીમની ગુણવત્તા અને અનુભવ સુધારવા માટે તાલીમ સમિતિ સાથે કામ કર્યું. ફેબ્રુઆરી 2022માં, મુમતાઝ પટેલે મ્યાનમારમાં લશ્કરી બળવાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી માટે એકતા કાર્યક્રમની યજમાની કરી. તેમણે RCP ગ્લોબલનું કાર્ય ચાલુ રાખ્યું, જેમાં મ્યાનમારમાં સભ્યો અને સાથીઓની ટેકો આપી,.

તત્કાલીન પ્રિન્સ ઓફ વેલ્સ, કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાતમાં, તેમણે શરણાર્થી ડૉક્ટરો માટે મેડિકલ સપોર્ટ વર્કર સ્કિમ અંગે ચર્ચા કરી, જેને RCP ચેનલલાઈઝ કરે છે. આ યોજનાનો સૌથી વધુ ફાયદો મ્યાનમારના ડૉક્ટરોને થયો. તેમના ભાષણમાં તેમણે "બંધારણીય અને શાસન સમીક્ષા દ્વારા વાસ્તવિક પરિવર્તન"ના મહત્ત્વ પર ભાર મૂક્યો. કાર્યકારી પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ, તેમણે RCPની વૈશ્વિક વ્યૂહરચનાને વૈવિધ્યીકરણ કરવા માટે કામ કર્યું.

તેમણે ગ્લોબલ વુમન લીડર્સ પ્રોગ્રામ પણ શરૂ કર્યો, જેનો ઉદ્દેશ્ય મહિલા ચિકિત્સકોને નેતૃત્વની ભૂમિકાઓમાં આગળ વધારવાનો છે. આ બાબતને માન્યતા આપતા ગયા વર્ષે તેમને પ્રથમ ગ્લોબલ વુમન ઇન હેલ્થકેર એવોર્ડ્સમાં આઉટસ્ટેન્ડિંગ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એક સત્તાવાર નિવેદનમાં, RCPએ મુમતાઝ પટેલને આંતરરાષ્ટ્રીય સભ્યપદ અને વૈશ્વિક નેટવર્કને મજબૂત કરીને તેની વૈશ્વિક વ્યૂહરચનામાં વૈવિધ્યકરણ લાવવાનો શ્રેય આપ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top