ગુજરાત: છાશ પીધા બાદ 25 બાળકોને થયું ફૂડ પોઇઝનિંગ
Rajkot Food Poisoning News: રાજકોટના ભવાનીનગરમાં છાશ પીધા બાદ 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાના સમાચાર મળી રહ્યા. આ છાશનું વિતરના છેલ્લા 3 દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ખાનગી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. 10 બાળકો સરકારી હોસ્પિટલમાં તેમજ 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર અપાઇ હોવાની વાત સામે આવી છે. છે. મળતી માહિતી મુજબ આ 25 બાળકોમાથી એક બાળક જયરાજસિંહ ઝાલાની તબિયત વધારે લથડતા તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, અન્ય બાળકોની તબિયત હાલમાં સ્થિર હોવાની માહિતી મળી છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાનીએ જણાવ્યુ હતું કે, ‘આ સંસ્થા દ્વારા કાયમ આવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. પરંતુ ગઈકાલે જે ઘટના બની તે બાદ સ્થળ પર તપાસ કરવામાં આવી છે. છાશના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગળની તપાસ કરવામાં આવશે. બાળકોની હાલ સ્થિર છે.’
નવસારીના મટવાડા અને સામાપોર ગામે 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. હનુમાન જયંતિના દિવસે સામાપર અને મટવાડા ગામે ભેગા મળીને ભંડારાનું આયોજન કર્યું હતું. જ્યાં તમામ લોકોએ બજરંગબલીના દર્શન બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રસાદ ખાધા બાદ શનિવારે (12 એપ્રિલ) મોડી રાતથી 100થી વધુ લોકોને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુઃખાવા જેવી સમસ્યા થઈ હતી. જ્યાં ફૂડપોઇઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કોઈ દર્દીને ગંભીર અસર ન થતા તમામને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp