દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતા 4 લોકોના મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતા 4 લોકોના મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

04/19/2025 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતા 4 લોકોના મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી; કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બહાર કાઢવામાં આવેલા 10 લોકોમાંથી 4 લોકોના મોત થઈ ગયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, NDRF અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

ફાયર વિભાગના અધિકારી રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે, ‘અમને સવારે લગભગ 2:50 વાગ્યે ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને અમને કાટમાળ નીચે લોકો ફસાયેલા હોવાની સૂચના મળી હતી. NDRF અને ફાયર વિભાગ લોકોને બચાવવા માટે કામ કરી રહ્યા છે.


ઇમારત ધરાશાયી થવાના CCTV ફૂટેજ આવી સામે

ઇમારત ધરાશાયી થવાના CCTV ફૂટેજ આવી સામે

મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાના CCTV ફૂટેજ પણ સામે આવી છે. મધ્યરાત્રિએ ઇમારત ગંજીપાનાં સમાન ધરાશાયી થઈ ગઈ હોય તેવું જોઈ શકાય છે. ઇમારત ધરાશાયી થતા જ ધુમાડો જ ધુમાડો થઈ ગયો હતો. જ્યારે ઇમારત ધરાશાયી થઈ ત્યારે રાત્રિના 2:39 વાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇમારત ધરાશાયી થઈ ત્યારે તેની અંદર 20થી વધુ લોકો હતા, જેમાંથી 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 4 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બાકીના લોકોની સારવાર ચાલી રહી છે. કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે. જે ઇમારત ધરાશાયી થઈ તે ચાર માળની L-આકારની ઇમારત હતી.


ખરાબ હવામાનને કારણે અકસ્માત થવાની શક્યતા

ખરાબ હવામાનને કારણે અકસ્માત થવાની શક્યતા

મળતી માહિતી મુજબ, શુક્રવારે દિલ્હીના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો. રાત્રે શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડા જોવા મળ્યા. ગયા અઠવાડિયે મધુ વિહાર પોલીસ સ્ટેશન નજીક ધૂળના તોફાન દરમિયાન એક નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top