શું UPI દ્વારા 2000 રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર લાગશે GST? સરકારે આ જવાબ આપ્યો

શું UPI દ્વારા 2000 રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર લાગશે GST? સરકારે આ જવાબ આપ્યો

04/19/2025 Business

SidhiKhabar

SidhiKhabar

શું UPI દ્વારા 2000 રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર લાગશે GST? સરકારે આ જવાબ આપ્યો

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે UPI દ્વારા 2,000 રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર GST લાગશે, પરંતુ શુક્રવારે નાણા મંત્રાલય દ્વારા આ અંગે સ્પષ્ટતા આપવામાં આવી હતી. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાવવાનું વિચારી રહી છે તે દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ ભ્રામક છે અને કોઈ પણ આધાર વિના અફવા ફેલાવવામાં આવી રહી છે. સરકાર સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી.


સરકાર ડિજિટલ ચૂકવણીને આપી રહી છે પ્રોત્સાહન

સરકાર ડિજિટલ ચૂકવણીને આપી રહી છે પ્રોત્સાહન

સરકારે જાન્યુઆરી 2020થી જ ડિજિટલ પેમેન્ટ પર MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ દૂર કરી દીધો છે અને તેના પર કોઈ GST વસૂલવામાં આવી રહ્યો નથી. સરકારે એ પણ સમજાવ્યું કે તે UPI દ્વારા ડિજિટલ ચૂકવણીને સતત કેવી રીતે પ્રોત્સાહન આપી રહી છે. નાના દુકાનદારો અને વ્યવસાયીઓ માટે UPI ચૂકવણીને સરળ બનાવવા માટે, વર્ષ 2021 થી ખાસ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

આ યોજના દ્વારા, સેવા પ્રદાતાઓને રિવોર્ડ્સ આપવામાં આવે છે, જેથી ટ્રાન્ઝેક્શન ખર્ચની ભરપાઈ થઈ શકે અને વધારે લોકોને UPIનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ સ્કીમથી એ જાહેર થાય છે કે સરકાર ડિજિટલ ચુકવણીને કેવી રીતે પ્રોત્સાહન આપે છે. સરકારે વર્ષ 2021થી P2M વ્યવહારો માટે પ્રોત્સાહન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, 2021-22 દરમિયાન 1389 કરોડ, 2022-23 દરમિયાન 2210 કરોડ અને 2023-24 દરમિયાન 3631 કરોડના ડિજિટલ ભંડોળ ફાળવવામાં આવ્યા છે.


UPI દ્વારા ડિજિટલ પેમેન્ટમાં જબરદસ્ત વધારો

UPI દ્વારા ડિજિટલ પેમેન્ટમાં જબરદસ્ત વધારો

સરકારે જણાવ્યુ કે ભારતમાં UPI દ્વારા ડિજિટલ પેમેન્ટમાં જબરદસ્ત વધારો થયો છે. ACI વર્લ્ડવાઇડના રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં વૈશ્વિક ડિજિટલ પેમેન્ટ 49 ટકા ભારતમાં થયા હતા. 2019-20માં UPIમાં ટ્રાન્ઝેક્શન 21. 3 લાખ કરોડ રૂપિયા હતું, જે છેલ્લા 5 વર્ષમાં 5 ગણું વધ્યું છે. માર્ચ 2025માં, તે વધીને 260 કરોડ રૂપિયા થઈ ગયું છે. માત્ર વેપારીઓને જ 59.3 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી, જે ડિજિટલ ચૂકવણીમાં ગ્રાહકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top