ભારતની પાકિસ્તાન પર વધુ એક સખત કાર્યવાહી, 24 કલાકમાં ઉચ્ચાયોગના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદ

ભારતની પાકિસ્તાન પર વધુ એક સખત કાર્યવાહી, 24 કલાકમાં ઉચ્ચાયોગના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ

05/14/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતની પાકિસ્તાન પર વધુ એક સખત કાર્યવાહી, 24 કલાકમાં ઉચ્ચાયોગના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદ

ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇ કમિશનમાં કામ કરતા એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી દીધા છે અને તેમને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનું કહ્યું છે. ભારતે આ કાર્યવાહી એટલા માટે કરી છે કારણ કે પાકિસ્તાની અધિકારી તેમના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ હતો. ભારતે મંગળવારે આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક ડીમાર્શે (બીજા દેશ સામે લેવાયેલ રાજદ્વારી પગલું) જાહેર કર્યું અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા જણાવ્યું.


એક પાકિસ્તાની અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર

એક પાકિસ્તાની અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર

જોકે, સરકારે પાકિસ્તાની અધિકારીની ઓળખ અને તે કયા પ્રકારની શંકાસ્પદ ગતિવિધિમાં સામેલ હતો તે અંગે કોઈ માહિતી આપી નથી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં ફરજ બજાવતા એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે અસંગત ગતિવિધિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે આજે પાકિસ્તાન હાઈ કમિશનના એક ડીમાર્શે જાહેર કરવામાં આવ્યું હતું.


પહેલગામ હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું

પહેલગામ હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું

આ પગલું ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે નવી દિલ્હીએ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ કાર્યવાહીમાં, ભારતે હવાઈ હુમલામાં જૈશ, લશ્કર અને હિઝબુલના 9 આતંકવાદી ઠેકાણા નષ્ટ કરી દીધો હતો, જેમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પહેલગામ આતંકી હુમલાના એક દિવસ બાદ 23 એપ્રિલે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા સખત કૂટનીતિક પગલાં ઉઠાવ્યા હતા, જેમાં નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગમાં અધિકારીઓની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનું સામેલ હતું. આ સિવાયા ભારતે બધા પાકિસ્તાની રક્ષા સલાહકારોને પણ દેશનિકાલ કરી દીધો હતો અને તેમને એક અઠવાડિયાની અંદર દેશા છોડવા કહ્યું હતું. સાથે જ ભારતે ઇસ્લામાબાદમાં સ્થિત પોતાના ઉચ્ચ આયોગથી ભારતના રક્ષા સલાહકારોને પાછા બોલાવી લીધા હતા અને પોતાના રાજદૂતોની સંખ્યા ઓછી કરી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top