પાકિસ્તાને જે એરબેઝને ઉડાવવાનો કર્યો હતો દાવો, ત્યાંના ‘ઓપરેશન સિંદૂર’માં સામેલ જવાનોને મળ્યા P

પાકિસ્તાને જે એરબેઝને ઉડાવવાનો કર્યો હતો દાવો, ત્યાંના ‘ઓપરેશન સિંદૂર’માં સામેલ જવાનોને મળ્યા PM મોદી; જુઓ વીડિયો

05/13/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાને જે એરબેઝને ઉડાવવાનો કર્યો હતો દાવો, ત્યાંના ‘ઓપરેશન સિંદૂર’માં સામેલ જવાનોને મળ્યા P

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને તેમણે વાયુસેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી આજે સવારે 7:00 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટથી ઉડાણ ભરી અને પંજાબના જાલંધર સ્થિત આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી અહીં 1 કલાક રોકાયા અને વાયુસેનાના જવાનોને મળ્યા. તસવીરોમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના કર્મચારીઓ સાથે જોવા મળી રહ્યા છે.


વડાપ્રધાન મોદી સાથે એર ચીફ માર્શલ એ.પી. સિંહ પણ હતા

વડાપ્રધાન મોદી સાથે એર ચીફ માર્શલ એ.પી. સિંહ પણ હતા

આદમપુર એરબેઝ પર વડાપ્રધાન મોદી જવાનો સાથે હસતા જોવા મળી રહ્યા છે. પાકિસ્તાને ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરતા કહ્યું હતું કે તેમણે પોતાના હુમલામાં ભારતના આદમપુર એરબેઝને ઉડાવી દીધું. પરંતુ વડાપ્રધાનનું વિમાન આદમપુર એરબેઝ પર ઉતર્યા બાદ, એ સાબિત થઇ ગયું કે પાકિસ્તાનનો આ દાવો સંપૂર્ણપણે ખોટો હતો. કારણ કે ભારતના સૌથી VVIPનું વિમાન આ એરબેઝ પર સફળતાપૂર્વક ઉતર્યું. આદમપુર એરબેઝ ભારતના ફાઇટર એરક્રાફ્ટ મિગ 29નું બેઝ છે. વડાપ્રધાન સાથે એર ચીફ માર્શલ એ.પી. સિંહ પણ સાથે હતા. પાકિસ્તાન સરહદની નજીક આવેલું આદમપુર એરબેઝ દુશ્મન પર ઝડપી હુમલો કરવા માટે જાણીતું છે.

આ એરબેઝ પર વડાપ્રધાન મોદીની એક તસવીર ખૂબ ચર્ચામાં છે. આ તસવીરમાં લખ્યું છે કે, ‘દુશ્મનના પાઇલટ્સ કેમ ચેનથી ઊંઘી શકતા નથી'. આ તસવીરમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના જવાનોની કેપ પહેરેલા છે.


વડાપ્રધાન મોદીએ આ મુલાકાતની જાણકારી આપતા ટ્વીટ કરી

વડાપ્રધાન મોદીએ આ મુલાકાતની જાણકારી આપતા ટ્વીટ કરી

વડાપ્રધાન મોદીએ આ મુલાકાતની જાણકારી આપતા ટ્વીટ કરી અને લખ્યું કે, ‘આજે સવારે મેં AFS આદમપુર ગયા અને આપણા બહાદુર વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. સાહસ, દૃઢ સંકલ્પ અને નિર્ભયતાના પ્રતિક લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો. ભારત આપણા સશસ્ત્ર બળો પ્રત્યે હંમેશાં આભારી રહેશે. કેમ કે તેઓ આપણાં દેશ માટે દરેક કામ કરે છે.’

આમદપુર એરબેઝમાં વડાપ્રધાન મોદીએ લડાકુ પાયલ્ટ્સ અને ટેક્નિકલી સહાયતા સ્ટાફથી પણ મુલાકાત કરી, જેમણે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર અને બાદના ભારતીય હુમલાઓને અંજામ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ પોત પોતે પણ વાયુ સેનાના આ વીર જવાનોને મળવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top