મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરનાર CSKના સ્ટારે બતાવ્યું મોટું દિલ, વહેંચ્યા લાખો રૂપિયા; જાણો કેમ

મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરનાર CSKના સ્ટારે બતાવ્યું મોટું દિલ, વહેંચ્યા લાખો રૂપિયા; જાણો કેમ

04/23/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરનાર CSKના સ્ટારે બતાવ્યું મોટું દિલ, વહેંચ્યા લાખો રૂપિયા; જાણો કેમ

Shivam Dube: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સ્ટાર ખેલાડી શિવમ દુબે ભલે IPL 2025માં અત્યાર સુધી સારું પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ પોતાની ઉદારતાથી તેણે લાખો લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. તેણે તામિલનાડુના 10 ઉભરતા ખેલાડીઓને 70 હજાર રૂપિયાનું વિતરણ કર્યું છે. દુબેએ દરેક ખેલાડીને 70 હજાર રૂપિયા એટલે કે કુલ 7 લાખ રૂપિયા ભેટમાં આપ્યા હતા. મંગળવારે આયોજિત તામિલનાડુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન એવોર્ડ્સ અને સ્કોલરશિપ પ્રોગ્રામ (TNSJA) દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી.


CSK સ્ટારે બતાવ્યું મોટું દિલ

CSK સ્ટારે બતાવ્યું મોટું દિલ

આ કાર્યક્રમમાં શિવમ દુબે સાથે CSKના CEO કાશી વિશ્વનાથન પણ હાજર હતા. દુબેએ જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, ‘હું જ્યારે આ કાર્યક્રમ માટે ટીમ હોટલમાંથી રવાના થયો, ત્યારે TNCA સેક્રેટરીએ જણાવ્યું કે આ કાર્યક્રમ અહીંના યુવા ક્રિકેટરોને મદદ કરવાનો એક પ્રયાસ છે. આ પગલું યુવા ખેલાડીઓમાં ઝનૂન જગાડવાનું કામ કરશે.

આ સ્કોલરશીપ કાર્યક્રમમાં, TNSJA યુવા ખેલાડીઓને 30 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપી રહી હતી, પરંતુ શિવમ દુબેએ દરેક રમતવીરને આ રકમ કરતા ખૂબ વધારે રકમ ભેટમાં આપી છે. દુબેએ કહ્યું કે, ‘30,000 રૂપિયાની રકમ નાની લાગે છે, પરંતુ તે તમારી અંદર ઝનૂન ભરી દે છે. જ્યારે તમે યુવાવસ્થામાં હોવ છો, ત્યારે એક-એક પૈસો અને પુરસ્કાર મહત્ત્વપૂર્ણ છે.


કયા ખેલાડીઓને મળશે પૈસા?

કયા ખેલાડીઓને મળશે પૈસા?

આ શિષ્યવૃત્તિની રકમ વિવિધ રમતોના ખેલાડીઓમાં વહેંચવામાં આવશે. ક્રિકેટથી લઈને ટેબલ ટેનિસ, સ્ક્વોશ અને એથ્લેટિક્સ સુધીના ખેલાડીઓને શિષ્યવૃત્તિના પૈસા આપવામાં આવશે. શિવમ દુબેએ યુવાનોને એમ કહીને પ્રેરણા આપી કે આ નાનું યોગદાન ભવિષ્યના સ્ટાર્સને તૈયાર કરવામાં ચોક્કસપણે મદદ કરશે.

શિવમ દુબેએ અત્યાર સુધીમાં IPL 2025માં રમાયેલી 8 મેચમાં 230 રન બનાવ્યા છે અને તે અત્યાર સુધી આખી સીઝનમાં માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. જો આપણે તેના અંગત જીવન પર નજર કરીએ તો, તેણે 2021માં એક મુસ્લિમ છોકરી અંજૂમ ખાન સાથે લગ્ન કર્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top