પહેલગામ આતંકી હુમલો: સુરક્ષા એજન્સીઓએ જાહેર કર્યા 3 પાકિસ્તાની ગુનેગારોના પોસ્ટર
ગયા મહિને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને અંજામ આપનારા ગુનેગારો હજુ સુધી પકડાયા નથી. હવે સુરક્ષા એજન્સીઓએ પહેલગામ હત્યાકાંડ માટે જવાબદાર 3 પાકિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. શોપિયાં જિલ્લાના ઘણા વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકીઓની માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો વિશે માહિતી આપનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ અગાઉ પર સેના દ્વારા સ્કેચ જાહેર કરવામાં આવી છે.
ગયા મહિને પહેલગામની બેસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. આતંકીઓને ટૂરિસ્ટને નિશાન બનાવ્યા હતા. દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે સવારે સેનાથી લઈને NIA, પોલીસ અને અન્ય એજન્સીઓ એક્ટિવ કરવામાં આવી.
સૂત્રોના જણાવ્યા મુજબ, બેસરન હુમલામાં સામેલ 2 સ્થાનિક આતંકીઓની ઓળખ થઈ છે. હુમલામાં 2 પાકિસ્તાની આતંકી પણ સામેલ છે. આ આતંકીઓએ 15-20 મિનિટ સુધી સતત AK-47થી ફાયરિંગ કર્યું. હુમલો કરનારા 2 આતંકી પશ્તૂન ભાષામાં વાત કરી રહ્યા હતા, જેથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની નાગરિક છે. 2 સ્થાનિક આતંકીઓની ઓળખ પણ થઈ છે. તેમના નામ અહમદ ઠાકુર અને આશિફ શેખ બતાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આદિલ ઠાકુર લશ્કર-એ-તૈયાબા સાથે જોડાયેલો છે અને જમ્મુ-કશ્મીરના ગુરુ, બીજબેહડાનો રહેવાસી છે, જ્યારે આશિફ શેખનું કનેક્શન જૈશ-એ-મોહમ્મદ સાથે છે અને તે મોંઘમા, મીર મોહલ્લા (ત્રાલ)નો રહેવાસી છે. હુમલાના સમયે 1-2 આતંકીઓએ બોડી કેમેરા પહેરી રાખ્યા હતા અને તેમણે આખા હુમલાને રેકોર્ડ કર્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp