રાષ્ટ્રના નામે PM મોદીનું સંબોધન- ‘ભારતે હજી સુધી કાર્યવાહી બંધ કરી નથી, માત્ર..’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ સોમવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભારત પાકિસ્તાનના કોઈપણ લવારાથી ડરવાનું નથી. ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારતના ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાન પર એટલો સચોટથી હુમલો કર્યો, જેનાથી પાકિસ્તાની વાયુસેનાના એરબેઝને નુકસાન થયું, જેના પર પાકિસ્તાનને ખૂબ ઘમંડ હતો. ઓપરેશન સિંદૂર હેઠળ જવાબી કાર્યવાહી અગાઉ 3 દિવસમાં ભારતે પાકિસ્તાનને એટલું બધું નુકસાન પહોંચાડ્યું, જેની તેણે કલ્પના પણ કરી નહોતી.’
વડાપ્રધાને કહ્યું કે, ‘પાકિસ્તાનની છાતીમાં વસાવવામાં આવેલા આતંકવાદી ઠેકાણાઓને ખંડેર બનાવી દીધા હતા, એટલે જ્યારે પાકિસ્તાને અપીલ કરી અને જ્યારે કહેવામાં આવ્યું કે તે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી ગતિવિધિ કે લશ્કરી દૂસ્સાહસ નહીં દેખાડે, ત્યારે ભારતે પણ તેના પર વિચાર કર્યો.’
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી કે ભારતે હજુ સુધી તેની કાર્યવાહી બંધ કરી નથી. અમે પાકિસ્તાનના આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓ પર પોતાની જવાબી કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. આગામી દિવસોમાં, અમે પાકિસ્તાનના દરેક પગલાને તેના વલણના આધારે માપીશું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp