ભારતે પહેલગામ હુમલાનો બદલો લઈ લીધો! ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિમી ઘૂસીને 9 આતંકી ઠેકાણા કર્યા તબાહ
Operation Sindoor: આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે બુધવારે રાત્રે 1:30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતના પરાક્રમી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને PoKમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા હતા. ભારતીય ગુપ્તચર એજન્સી RAWએ બધા લક્ષ્યોને ઓળખ કરી હતી, ત્યારબાદ પૂરી પ્લાનિંગ સાથે લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ કે આ કયા-કયા સ્થળો છે અને તે આંતરરાષ્ટ્રીય સરહદથી કેટલા દૂર છે.
ભારતના હવાઈ હુમલા બાદ સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે 'થોડા સમય અગાઉ, ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને PoKમાં સ્થિત આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો.' વધુમાં કહેવામાં આવ્યું હતું કે કુલ 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તે સ્પષ્ટપણે જણાવે છે કે અમારી કાર્યવાહી ઉશ્કેરણીજનક નથી. કોઈપણ પાકિસ્તાની લશ્કરી પ્રતિષ્ઠાનને નિશાન બનાવવામાં આવ્યું નથી. ભારતે પોતાના લક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો છે.
#WATCH | Pinpoint precision targeting by Indian armed forces on Pakistani positions near LoC (exact location not being disclosed)#OperationSindoor pic.twitter.com/eLWGnSluEY — ANI (@ANI) May 6, 2025
#WATCH | Pinpoint precision targeting by Indian armed forces on Pakistani positions near LoC (exact location not being disclosed)#OperationSindoor pic.twitter.com/eLWGnSluEY
ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે 6 સ્થળોએ 24 હુમલા કરવામાં આવ્યા હતા. આમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 33 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો, ભારતીય સેનાના હવાઈ હુમલા બાદ ગભરાયેલૂ પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. 6-7 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની ચોકીઓ પરથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર અને તોપમારો કર્યો. આ અંધાધૂંધ ગોળીબાર અને તોપમારાથી 3 નાગરિકોના જીવ ગયા. ભારતીય સેનાએ આ કાર્યવાહીનો જડબતોડ જવાબ આપ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp