રેલવે ભાડું, આધાર-પાન અને ક્રેડિટ કાર્ડ... આ બધા ક્ષેત્રે કેવા થયા ફેરફાર? કોના ખિસ્સા પર કેવી

રેલવે ભાડું, આધાર-પાન અને ક્રેડિટ કાર્ડ... આ બધા ક્ષેત્રે કેવા થયા ફેરફાર? કોના ખિસ્સા પર કેવી થશે અસર!

07/01/2025 National

SidhiKhabar

SidhiKhabar

રેલવે ભાડું, આધાર-પાન અને ક્રેડિટ કાર્ડ... આ બધા ક્ષેત્રે કેવા થયા ફેરફાર? કોના ખિસ્સા પર કેવી

1 July 2025: 1 જુલાઈ 2025થી રેલવે ક્ષેત્રે ઘણાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. જેની અસર તમામ લોકોના ખિસ્સા, મુસાફરી અને રોજિંદા જીવન પર પડશે. ભારતીય રેલ્વે ક્ષેત્રે મુસાફરો માટે હવે ઘણા ફેરફારો થઇ રહ્યા છે. આ પગલાંમાં તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરવા માટે નવી પ્રક્રિયા, વેઇટલિસ્ટેડ મુસાફરો માટે એડવાન્સ ચાર્ટ તૈયાર કરવા અને પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમનું એકંદર અપગ્રેડેશન શામેલ હશે. આધાર-પાન લિંકથી લઈને રેલવે ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ નિયમો અને બેન્ક ચાર્જ સુધી, દરેક જગ્યાએ નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. ત્યારે ચાલો આ ફેરફારોને સરળ શબ્દોમાં સમજીએ...


કેમ થયું આધાર-પાન લિંક કરવું શા માટે હવે ફરજિયાત?

કેમ થયું આધાર-પાન લિંક કરવું શા માટે હવે ફરજિયાત?

કેમ થયું આધાર-પાન લિંક કરવું શા માટે હવે ફરજિયાત?

1 જુલાઈથી નવા પાન કાર્ડ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત થઈ ગયું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના આ નિર્ણય હેઠળ જો તમે નવું પાન કાર્ડ મેળવવા માંગતા હોવ, તો તમારે આધાર નંબર આપવો પડશે.

જેમની પાસે પહેલાથી જ પાન કાર્ડ છે તેમણે 31મી ડિસેમ્બર 2025 સુધીમાં પોતાનો આધાર પાન સાથે લિંક કરાવવો પડશે, નહીં તો તેમનું પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે.

અગાઉની પરિસ્થિતિમાં ડ્રાઇવિંગ લાઈસન્સ કે જન્મ પ્રમાણપત્ર જેવા સરકારી દસ્તાવેજો પૂરતા હતા, પરંતુ હવે આધાર વગર નવું પાન કાર્ડ મેળવવું મુશ્કેલ બનશે. આ નિયમ તમારી ટેક્સ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે લાવવામાં આવ્યો છે.


રેલવે તત્કાલ બુકિંગ અને ટિકિટના ભાવમાં ફેરફાર! મુસાફરોને થશે લાભ કે ખિસ્સા પર પડશે ભાર!

રેલવે તત્કાલ બુકિંગ અને ટિકિટના ભાવમાં ફેરફાર! મુસાફરોને થશે લાભ કે ખિસ્સા પર પડશે ભાર!

 

ભારતીય રેલવે વિભાગે મુસાફરો માટે નવા નિયમો પણ લાગુ કર્યા છે. હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. ઉપરાંત15મી જુલાઈથી, ટિકિટ બુકિંગ (ઓનલાઈન અથવા ઓફલાઈન) માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ થશે, જેમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.

રેલવે ટિકિટના ભાવમાં વધારો થઈ ગયો છે.

નોન-એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થયો છે. આ ઉપરાંત રિઝર્વેશન ચાર્ટ હવે ટ્રેનના પ્રસ્થાનના 8 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે, જેથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને અન્ય વ્યવસ્થા કરવા માટે સમય મળી શકે.


આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવી! હવે નવી તારીખ કઈ? ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેવા થયા ફેરફાર?

આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવી! હવે નવી તારીખ કઈ?  ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેવા થયા ફેરફાર?

સીબીડીટીએ આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈથી વધારીને 15મી સપ્ટેમ્બર કરી છે. નોકરી કરતા લોકોને હવે 46 દિવસનો વધારાનો સમય મળશે. જો તમારા દસ્તાવેજો તૈયાર હોય, તો તમે રિટર્ન વહેલા ફાઇલ કરીને છેલ્લી ઘડીની ટેકનિકલ સમસ્યાઓથી બચી શકો છો.

ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેવા થયા ફેરફાર?

SBI, HDFC અને ICICI જેવી મોટી બેન્કોએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. SBIએ તેના પ્રીમિયમ કાર્ડ (જેમ કે SBI Elite, Miles Elite અને Miles Prime) થી એર ટિકિટ ખરીદવા પર હવાઈ અકસ્માત વીમો બંધ કરી દીધો છે. આ ઉપરાંત માસિક બિલ માટે લઘુત્તમ રકમ ની ગણતરી કરવાની પદ્ધતિ પણ બદલાશે.

HDFC બેન્કે ભાડાની ચુકવણી 10,000 રૂપિયાથી વધુની ઓનલાઈન કૌશલ્ય-આધારિત રમતો અને 50,000 રૂપિયાથી વધુની યુટિલિટી બિલ (વીમા સિવાય) પર એક ટકા ટ્રાન્ઝેક્શન ફી વસૂલવાનો નિર્ણય લીધો છે, જે પ્રતિ ટ્રાન્ઝેક્શન 4,999 રૂપિયા સુધી મર્યાદિત રહેશે. ડિજિટલ વોલેટમાં 10,000 રૂપિયાથી વધુ લોડ કરવા પર પણ આ જ ફી લાગુ પડશે.

ICICI ATM પર પહેલા પાંચ ઉપાડ મફત હશે, ટ્રાન્જેક્શન દરેક ઉપાડ માટે 23 રૂપિયા વસૂલવામાં આવશે. ICICI સિવાયના ATM પર મેટ્રો શહેરોમાં ત્રણ અને નાના શહેરોમાં પાંચ મફત ટ્રાન્જેક્શન પછી 23 રૂપિયા અને 8.5 રૂપિયા (નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન) વસૂલવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top