RCBની વિક્ટ્રી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ, 11 લોકોના મોત; 50 કરતા વધુ લોકો

RCBની વિક્ટ્રી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ, 11 લોકોના મોત, 50 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત; જુઓ વીડિયો

06/04/2025 National

SidhiKhabar

SidhiKhabar

RCBની વિક્ટ્રી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ, 11 લોકોના મોત; 50 કરતા વધુ લોકો

RCB Victory Parade Stampede: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 18 વર્ષ બાદ IPL ટ્રોફી જીતી. આ જીતની ખુશીમાં, બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ત્યાં ભાગદોડ મચવાને કારણે 11 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 50 કરતા વધુ લોકો ઇજગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.  કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે ઇજાગ્રસ્ત અને બેભાન થયેલા લોકોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં દાખલ કર્યા છે.


કેમ મચી ભાગદોડ?

કેમ મચી ભાગદોડ?

મળતી માહિતી મુજબ, આ ભાગદોડ ચિન્નાસ્વામી સ્ટેડિયમના ગેટ નંબર-6ની બહાર જોવા મળી હતી. આ ભાગદોડમાં 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર આ ભાગદોડ કેવી રીતે મચી ગઈ. જોકે, RCBની વિક્ટ્રી પરેડમાં પોતાના મનપસંદ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં RCBના ફેન્સ સ્ટેડિયમ પહોંચ્યા હતા. બેંગ્લોર પોલીસ દ્વારા વિક્ટ્રી પરેડ અંગે એક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી. તેમ છતા, મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા. અહીં પરિસ્થિતિ એ હદ સુધી બેકાબૂ થઇ ગઈ કે લોકો દીવાલો અને ઝાડ પર ચઢીને ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા.

વિક્ટ્રી પરેડમાં સામેલ થવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચેલા એક RCB ફેને કહ્યું કે, અંદર પણ સીટો ભરેલી છે, એટલે તેઓ અમને અંદર જવા દેતા નથી. અમે પાછા જવા માગીએ છીએ પરંતુ અમને પાછા જવાની મંજૂરી નથી. ગેટ પર લોકોની ભીડ છે, જો તેઓ ગેટ ખોલે તો એ લોકો પણ અંદર આવવા લાગશે, આવી સ્થિતિમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં અત્યાર સુધી 11 લોકોના મોત થયાના અહેવાલ છે. જોકે, આ સંખ્યા વધી પણ શકે છે.


શું બોલ્યા ડેપ્યુટી CM ડીકે શિવકુમાર?

શું બોલ્યા ડેપ્યુટી CM ડીકે શિવકુમાર?

આ ઘટના પર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે, આ ઉત્સાહી યુવાનોની ભીડ હતી. આ કારણે અમે લાકડીઓનો ઉપયોગ કરી શકતા નહોતા. ભીડ બેકાબૂ હતી, પોલીસને પરેશાની થઈ રહી હતી, એટલે અમારે સરઘસ રોકવું પડ્યું. ભાગદોડ દરમિયાન થયેલા મોતો અંગે શિવકુમારે કહ્યું કે તેમને આ અંગે કોઈ માહિતી નથી. જાણ થતા જ તેઓ આ અંગે માહિતી આપશે. મેં પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને હું હોસ્પિટલ જઈ રહ્યો છું. અમારી પાસે હજુ સુધી પીડિતોની સંખ્યા વિશે માહિતી નથી. અમે બધાને શાંત રહેવા વિનંતી કરીએ છીએ. અમે પોતાના ઘણા કાર્યક્રમોમાં ઘટાડો કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top