સુરત: પાંડેસરામાં પુસ્તકો લેવા જતી વિદ્યાર્થિની પર પડોશીએ દુષ્કર્મનો કર્યો પ્રહાર ! વિદ્યાર્થિનીને ગુપ્ત ભાગે લોહી નીકળતા આરોપી થયો ફરાર!
સુરતની સાડી ખેંચનારાઓ અને આબરુ ચાવી જનારા નરાધમોની વધતી હિંમતના કારણે કુખ્યાત બની રહ્યું છે. ફરી એકવાર સુરત શહેરમાં સગીરા પર દુષ્કર્મની દુ:ખદ ઘટના સામે આવી છે. સામાન્યત: સમાજમાં જ્યારે પણ આવી ઘટના સામે આવે છે ત્યાર બાદ લોકોમાં આક્રોશની લાગણીઓનો પ્રવાહ વહી આવે છે, થોડા સમય પછી આક્રોશ ઠરીને ઠીકરું થઈ જતો હોય છે અને જ્યારે નવી કોઈ ઘટના સામે આવે ત્યારે ફરીથી એ આક્રોશ જાગી ઉઠે છે. હવે માત્ર આક્રોશ પુરતો નથી. સમાજે અડીખમ ઊભા થવું જરૂરી છે અને નક્કર પગલાઓ લેવા અત્યંત આવશ્યક છે.
9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પુસ્તકો લેવા માટે ઘરેથી નીકળી હતી. દરમિયાન, પાડોશમાં રહેતો પરિચિત યુવક હિમાંશુ યાદવ તેની પાસે આવ્યો હતો અને કૈલાશ ચોકડીથી વિદ્યાર્થિનીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. ત્યાર બાદ નરાધમ યુવકે વિધાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાળકીના ગુપ્ત ભાગે લોહી નીકળતા તેને નરાધમે કૈલાશ ચોકડીએ મૂકી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો!
વિદ્યાર્થિનીને ગુપ્ત ભાગે લોહી નીકળતા આરોપી ફરાર!
ફરિયાદમાં આરોપ મુજબ, વિદ્યાર્થિનીને ગુપ્ત ભાગે લોહી નીકળતા આરોપી હિમાંશુ વિદ્યાર્થિનીને કૈલાશ ચોકડી નજીક મૂકીને ફરાર થયો હતો. વિદ્યાર્થિનીએ ઘરે પહોંચીને પરિવારને સમગ્ર આપવીતી વર્ણવી હતી. પરિવારે વિધાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદનાં આધારે પોલીસે કાર્યવાહી કરી નરાધમ આરોપી યુવક હિમાંશુ યાદવની ધરપકડ કરી છે અને દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થિનીનાં પરિવારની ફરિયાદનાં આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આ વિદ્યાર્થીની સાથે પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં આરોપી હિમાંશુ યાદવે વિદ્યાર્થીનીને ઝાડી-ઝાંખરામાં લઈ જઈને આ શરમજનક કૃત્ય આચર્યું હતું. પાંડેસરા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે.
આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતા અને આક્રોશ ફેલાવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp