Bengaluru Stampede: ‘પોલીસ પાસે કોઈ અલાદીનનો ચિરાગ નથી, ભાગદોડ માટે..’, વિજય પરેડમાં મચેલી અફરા

Bengaluru Stampede: ‘પોલીસ પાસે કોઈ અલાદીનનો ચિરાગ નથી, ભાગદોડ માટે..’, વિજય પરેડમાં મચેલી અફરાતફરી પર ટ્રિબ્યૂનલ કોર્ટનો રિપોર્ટ

07/01/2025 National

SidhiKhabar

SidhiKhabar

Bengaluru Stampede: ‘પોલીસ પાસે કોઈ અલાદીનનો ચિરાગ નથી, ભાગદોડ માટે..’, વિજય પરેડમાં મચેલી અફરા

RCB Victory Parade Stampede: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ મામલે ટ્રિબ્યૂનલનો રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને જવાબદાર ઠેરવવામાં આવી છે. આ ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા, જેમાં 14 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે. આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે RCBએ પોલીસ પાસેથી કોઈ પૂર્વ મંજૂરી લીધી નહોતી. અચાનક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. પોલીસકર્મીઓ પણ માણસો છે, તેમની પાસે અલાદ્દીનનો ચિરાગ નથી.

ટ્રિબ્યૂનલે કહ્યું કે, RCBએ પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વિજય પરેડ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું, જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. આદેશમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, ‘RCBએ પોલીસ પાસેથી કોઈ પૂર્વ મંજૂરી લીધી નહોતી. અચાનક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી અને તેના કારણે ભીડ એકઠી થઈ ગઈ. પોલીસ પાસેથી માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવાની અપેક્ષા રાખી નહીં શકાય.


IPS વિકાસ કુમારને મોટી રાહત

IPS વિકાસ કુમારને મોટી રાહત

ટ્રિબ્યૂનલે એમ પણ કહ્યું કે, ‘પોલીસકર્મીઓ પણ માણસો છે, ન તો ભગવાન કે ન તો જાદુગર. તેમની પાસે 'અલાદ્દીનનો ચિરાગ નથી, જેનાથી તેઓ એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.’ આ મામલે સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારી વિકાસ કુમારને મોટી રાહત મળી છે. ટ્રિબ્યૂનલે તેમનું સસ્પેન્શન રદ કરતા કહ્યું કે, તેમના સસ્પેન્શન સમયગાળાને સેવાનો હિસ્સો માનવમાં આવે. વિકાસ કુમાર તે સમયે બેંગ્લોરના પશ્ચિમ ઝોનના એડિશનલ કમિશનર અને ચિન્નાસ્વામી સ્ટેડિયમના ઇન્ચાર્જ હતા.

ટ્રિબ્યૂનલે કર્ણાટક સરકારને 2 અન્ય વરિષ્ઠ અધિકારીઓ, બેંગ્લોરના તત્કાલીન પોલીસ કમિશનર બી. દયાનંદ અને DCP શેખર એચ ટેક્કનાવરના સસ્પેન્શન પર પુનર્વિચાર કરવાનું પણ સૂચન કર્યું છે.


પુરાવાના અભાવે સસ્પેન્શન

પુરાવાના અભાવે સસ્પેન્શન

ટ્રિબ્યૂનલે કહ્યું કે, ‘પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પૂરતા પુરાવાઓ પર આધારિત નથી. નિર્ણય સમયે આ અધિકારીઓની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હોવાનું સાબિત કરવા માટે કોઈ નક્કર આધાર નહોતો. જો કે, જો સરકાર ઇચ્છે તો, તે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકે છે.

4 જૂનના રોજ થયેલી ભાગદોડ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિપક્ષના નિશાના પર છે. ભાજપ અને JDSએ સરકાર પર સીધો હુમલો કરતા તેને ‘સરકાર પ્રાયોજિત ભાગદોડ ગણાવી અને મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી. 9 જૂનના રોજ, કર્ણાટક સરકારે 5 વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, જેમાં વિકાસ કુમાર વિકાસ, બી દયાનંદ (પોલીસ કમિશનર), શેખર એચ ટેક્કણ્ણાવર (DCP), સી બાલકૃષ્ણ (ACP) અને એ.કે. ગિરીશ (ઇન્સ્પેક્ટર, કબ્બન પાર્ક)નો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top